આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૪
 

પ્રાથમિક શાળામાં શિક્ષક આજની દુનિયામાં જ્ઞાનતંતુઓની નબળાઈ હરેક મનુષ્યને નિર્બળ બનાવી રહેલ છે; નિરુત્સાહી અને નિરાશ બનાવી રહેલ છે. આ જ્ઞાનતંતુઓની નબળાઈ દૂર કરવા માટે શિક્ષકે કેટલીયે વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. ૧૨૪ તેણે નિંદા રૂપી રોગોમાંથી તો વહેલી તકે નીકળી જવું જોઈએ. બીજાની અદેખાઈ અને તેમાંથી આવતી નિંદા આજે મનુષ્યજાતિનું ભક્ષણ કરી રહી છે. શિક્ષક પોતાની યોગ્યતા નિંદાથી નહિ પણ કામથી સિદ્ધ કરે. બીજાની સાથેની સ્પર્ધાથી નહિ, પરંતુ યોગ્યતાના વધારાથી તે આગળ વધે. નિંદા બંધાણ છે અને તેમાં મજા આવે છે; પણ તે વિનાશક છે. માટે બીજાઓની ખામીઓ જોવાને બદલે બીજાના સદ્ગુણો જુઓ. હરેક વ્યક્તિમાં સારું-નરસું બંને છે. તેમાંથી સારું જોનાર સારો થાય છે અને નઠારું જોનાર નઠારો થાય છે. આજે તે શિક્ષકવર્ગ બીજા શિક્ષકનું નઠારું જુએ છે, તેનું ખોદે છે અને તેમાં રાચે છે. નિંદાથી જ્ઞાનતંતુઓ ઉશ્કેરાય છે તેમ જ તે ક્ષીણ અને સોગિયા બને છે; અને તેનો પડઘો માનસિક તંદુરસ્તી ઉપર પડે છે. જ્ઞાનતંતુઓની નબળાઈ લાવવામાં ક્રોધ ભયંકર શક્તિ છે. વારંવાર વર્ગમાં ખિાનારો, ચિડાનારો અને ગુસ્સો કરનારો શિક્ષક પોતાના જ્ઞાનતંતુઓને લગભગ ભાંગી નાખે છે. તેનું આખું શરીર ગરમ થાય છે અને ક્રોધ નરમ પડયા પછી મંદ અને દુર્બળ બને છે. દારૂ કરતાં પણ ક્રોધની અસર ભયંકર છે.