આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૨૫ વિદ્યાર્થીને ન આવડવાનું કારણ શોધનાર શિક્ષક; ગુન્હો કરનાર વિદ્યાર્થી દયાપાત્ર ને શિક્ષણપાત્ર છે પણ ક્રોધ અને શિક્ષાપાત્ર નથી. એમ વિવેકથી વિચારનાર શિક્ષક માનસિક તંદુરસ્તી જાળવે છે અને આયુષ્યને લંબાવે છે. ક્રોધને વશ થનાર શિક્ષક પોતાના હાથમાં રહી શકતો નથી; તેની સ્થિતિ લગામ વિનાના ઘોડા જેવી બને છે; અને ગાડી ભાંગીને ભૂકો થાય છે તેમ તે પોતાની શક્તિનો ભૂકો કરે છે. જ્ઞાનતંતુઓની નબળાઈ આણનાર બીજી વસ્તુ ખોટી ચિંતા અને ભય છે. કામની ખોટી ચિંતા રાખનાર, ખાતા આગળ સારો દેખાવની ખોટી ચિંતા રાખનાર, ઉપરી અધિકારીઓથી વિના કારણ ભય સેવનાર, પરીક્ષાની ચિંતાઓ રાખનાર, દસ વર્ષ પછી દીકરા-દીકરીને પરણાવવાની બાબત વિષે ચિંતા રાખનાર, આવતે ચોમાસે વરસાદ પડશે તો વખતે મકાન પડી જશે તેની ચિંતા રાખનાર શિક્ષક ચિંતાથી નાહકનો દૂબળો થાય છે. કામ કરવાની જરૂર છે, બેપરવા રહી શકાય નહિ, ચીવટ અગત્યની છે; પણ વિના ચિંતા ચિતા સમાન છે. માટે શિક્ષકે ચિંતા રાખવાને બદલે અહોર્નિશ કર્તવ્ય કરવું અને બાકીનું ઈશ્વર પર છોડવું. પ્રારબ્ધને માનવું નહિં; નસીબ કરશે તે ખરું તે વિચાર ખોટો છે. પણ સતત કામ કર્યા પછી જે પરિણામ આવે તે માટે ઈશ્વરપરાયણ રહેવું અને ઈશ્વરમાંથી બળ મેળવી આગળ વધવું. સઘળી ચિંતા હરીને સોંપી જે પોતાનું કર્તવ્ય કરે છે, તે જ સાચો શિક્ષક છે. પુરાણ કાળમાં લોકો તેને ઋષિ કહેતા હશે.