આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૬
 

પ્રાથમિક શાળામાં શિક્ષક માનસિક તંદુરસ્તી માટે શિક્ષકે નિર્ભયતાની ઉપાસના કરવી. ઉપરીની ખુશામત કરવી. તેની સામે થરથર ધ્રૂજવું, ગામના અમલદારોથી ડરતા રહેવું, એમાં ભયભીતપણું છે. એ મનની શક્તિનો નાશ કરનાર છે. એમાં આત્મઘાત છે. માટે શિક્ષકે નિર્ભય રહેવું. નિર્ભયતાની ચાવી પ્રામાણિક કર્તવ્યમાં છે. ૧૨૬ મનની અંદરથી સ્વચ્છ રાખવું, અનેક વાર મનમાં બીજા પ્રત્યે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તેને ઓળખવા અને તેનો ત્યાગ કરવો. છોકરાઓ ઉપર દાબ રાખવો નહિ; કોઈનો પક્ષ કરવો નહિ; કોઈનું બુરું કરવાના વિચારો લાવવા નહિ.ી ખરાબ થઈ શકે નહિ તો પણ ખરાબ કરવાનાં સ્વપ્ના સેવવાં નહિ. આમ થવાથી મન નિરોગી રહેશે. જેમ કેટલાએક નિષેધો છે તેમ કેટાલએક વિધિઓ પણ છે. તંદુરસ્તીનો પહેલો વિધિ લોકો પ્રત્યે તે વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ, દયા, સમભાવ છે. વિદ્યાર્થીઓ તરફ સરખો પ્રેમ રાખી તેમની ન્યૂનતાઓ માટે મનમાં દયા રાખી શિક્ષકે તેમને સમભાવથી શીખવાનું છે. તેમની અપૂર્ણતાથી અકળાવાનું નથી. શિક્ષકને માટે અપૂર્ણ વિદ્યાર્થીઓ કરુણા અને પ્રેમ કેળવવાની ઉપાસનાભૂમિ છે. જે શિક્ષક પ્રેમથી શીખવે છે તે ઉત્તમમાં ઉત્તમ માનસિક અને શારીરિક આરો ફેલાવે છે, અને જાતે મેળવે છે. બીજા વિધિઓમાં સુવાચન છે. શિક્ષણશાસ્ત્રના વાચન ઉપરાંત સદ્ગુણ-પ્રેરક વાચન મનની આવશ્યકતા છે. શિક્ષક