આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૨૭ હંમેશ સત્સંગ અને સાચન સેવે જ સેવે. ગુજરાતી ભાષામાં એવાં સુંદર પુસ્તકોની ખામી નથી. વળી શિક્ષક કુદરતનો પ્રેમી બને. સમભાવથી પ્રેમપૂર્વક નિરંતર હસી રહેલી કુદરતમાં વિચરવાથી તેના શરીર અને મનનો થાક ઊતરશે; એટલું જ નહિ પરંતુ તેમાંથી તેને પ્રાણ મળશે, બાગનાં ને જંગલી ફૂલો, રંગબેરંગી પક્ષીઓ, સાંજ- સવારના ભવ્ય રમણીય દેખાવો, અને રાતે તારાઓની શોભા આપણા મનને અને શરીરને બહુ મીઠો વિરામ અને તાજગી બક્ષે છે. વિના મૂલ્યની પ્રભુની આ બક્ષિસ બીજો કોઈ નહિ તો શિક્ષક તો ભોગવે જ. છેવટે તંદુરસ્તી જગતનો ડોલકૂવો છે, જીવનનો આધાર- સ્તંભ છે. એને શિક્ષકે યજ્ઞ જેમ ઉપાસવી જોઈએ-અને તે કેવળ જગતના ભલા માટે. જે શિક્ષક જગતના ભલા માટે પોતાની તંદુરસ્તી સાચવે છે તે પોતાની તંદુરસ્તી તો સાચવી જ ચૂકયો છે. મનુષ્યો તંદુરસ્તીનો આદર્શ માગે છે. માનસિક અને શારીરિક એવી તંદુરસ્તીનો આદર્શ શ્રીમંતો આપી શકયા નથી. પુરાતન કાળમાં સંતો અને શિક્ષાગુરુઓએ એક વાર લોકોને એ આદર્શ આપેલો. આજનો પીડાએલ અને ભૂખે મરતો શિક્ષક એ આદર્શ આપવા ફરી વાર તત્પર થશે ? મનની અને તનની નિયમિતતા અને નિયમન એમાં