આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૮
 

૧૨૮ પ્રાથમિક શાળામાં શિક્ષક તંદુરસ્ત જીવનનું મૂળ છે; શિક્ષક આ જાણે, અને પોતાનાં ઐહિક તેમ જ પારમાર્થિક હરેક કામો નિયમિતતાથી અને નિયમનપૂર્વક ચલાવે. અવ્યવસ્થિત અને અનિસયમિત સંસારમાં ઘસડાઈ ન જતાં સ્થિર રહી પોતાની હંમેશની નિયમિતતા અને મનની સમતોલતા જાળવનાર શિક્ષકને અખૂટ સ્વાસ્થ્યનું વરદાન છે. તંદુરસ્તીની ઇચ્છા રાખવાવાળો શિક્ષક સંગીતસેવન અને કલાદર્શનની વાંછા રાખે જ. જગતના લકે પ્રતિક્ષણે રચાતાં સ્વાભાવિક અને કૃત્રિમ ચિત્રોને જોઈ શિક્ષક કલાનો આનંદ લે. તેમ જ પ્રકૃતિ અને મનુષ્યનું સંગીત જ્યાંથી મળે ત્યાંથી તે મેળવવાનું ચૂકે નહિ. નિરંતર ગુંજી રહેલ પ્રકૃતિ અહોર્નિશ સંગીત રેડી રહી છે, તેને સાંભળવા માટે શિક્ષક પોતાનો કાન ઉઘાડે; અને સાથે જ લોકજીવનમાંથી નીતરેલું લોકસંગીત સાંભળવાનું ન ચૂકે.