આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૨૯ શિક્ષક્નો ઘાંટો આપણે શાળાઓમાં જઈને જોઈશું તો શિક્ષક મોટો અવાજ કાઢી ભણાવતા જોવામાં આવશે. આનાં કારણોમાં એક કારણ શિક્ષકની પોતાની તાણીને બોલવાની ટેવ હોય છે. આ ટેવ આપણામાં એટલી રૂઢ છે, કે તે છે કે નહિ તેની આપણને ખબર જ નથી પડતી. આપણો આખો સમાજ આ કુટેવમાં છે એટલે એ સહજ લાગે છે. આપણી આ ટેવનાં પ્રદર્શનસ્થળો સર્વત્ર છે. આપણી વાતો, આપણાં બજારો, આપણાં ઘરો એના ખાસ નમૂનાઓ છે. બીજું કારણ આપણી શાળામાં વર્ગો બેસાડવાની આપણી રીતિ છે. આપણે એક જ હોલમાં બે-ત્રણ વર્ગો અમે ગામડામાં એક જ ઓરડામાં આખી નિશાળ બેસાડીએ છીએ.ઘણી વાર ખંડો હોય છે તો તે લાકડાના હોય છે. આથી દરેક વર્ગનો અવાજ બીજા વર્ગને, બીજાનો ત્રીજાને મળે છે; ને પરિણામે દરેક વર્ગનો કુલ અવાજ વધતો જ ચાલે છે. આથી શાળાના ઘોંઘાટમાં કામ કરતા શિક્ષકને મોટેથી બોલીને ભણાવ્યા વિના છૂટકો જ નથી. ત્રીજું કારણ શિક્ષકને ધીમેથી ભણાવવાની કળા કે આવડત નથી. અર્થાત્ શિક્ષક મોટેથી ભણાવે છે, ને ઘાંટો કાઢે છે ત્યારે જ વ્યવસ્થા સચવાય છે ને નહિ તો નથી સચવાતી એવી તેની માન્યતા અને અનુભવ બંને છે. એક એવો ખોટો વહેમ પણ છે કે મોટો ઘાંટો રૂઆબસૂચક છે ને તેથી વ્યવસ્થાપ્રેરક છે. આ કારણોથી શિક્ષક ઘાંટો કાઢીને બોલે છે ને ભણાવે છે. પાંચ કલાક સુધી મોટે અવાજે બોલવું એ ઘણો જબરો શ્રમ છે. એ ગળાનો કે ફેફસાંનો વ્યાયામ નથી, પરંતુ અતિ વ્યાયામ અર્થાત્