આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૦
 

૧૩૦ પ્રાથમિક શાળામાં શિક્ષક પરિશ્રમ છે. શિક્ષકો સાંજે થાકી જાય છે તેનું મુખ્ય કારણ બોલવું, ને તે ઘાંટો કાઢીને બોલવું તે છે. શિક્ષકોનું મ્હોં થાકે એ તો ઠીક, પણ તેમનું માથું પાકે છે. માથું પાકવું એટલે જ્ઞાનતંતુઓને તાણ પડવું, ને તેથી તેમનું ઉશ્કેરાવું; ને પરિણામે નબળાઈ આવવી. બધામાં આ છેલ્લું નુકસાન ભારે છે દોડીને શરીરને ચડેલો થાક પડયા રહેવાથી વળે પણ જ્ઞાનતંતુઓનો થાક એમ ઝટ ઉતરતો નથી. ગરીબ બિચારા શિક્ષકની પાસે એટલા પૈસા કયાં છે કે ચડેલો થાક સારી વિશ્રાંતિ લઈને કે પાછળથી પુષ્કળ મોજમજા ને ગમ્મત સેવીને તે ઉતારે ? તેનો થાક તો વધતો જ જાય છે ને પરિણામે તેની શક્તિ ઘટે છે. શિક્ષકો ઝટ મગજ ખોઈ નાખે છે તેનું કારણ તેમની જ્ઞાનતંતુઓની નબળાઈ છે. ધીમે ધીમે તેમને ભણાવવા તરફ અરુચિ આવે છે તેનું કારણ પણ તે જ છે. ઘાંટો પાડીને બોલવું શિક્ષકને નુકસાન કરે છે તેની સાથે જ તે સાંભળનારને પણ નુકસાન કરે છે, કાનના જ્ઞાનતંતુઓને નકામો અવાજનો બોજો ઊઠાવવો પડે છે. આથી સાંભળનાર છોકરાઓના માથામાં શિક્ષણ કરતાં શિક્ષકનો અવાજ વધારે જાય છે; શિક્ષણને બદલે તેમને અવાજનો લાભ મળે છે. પરિણામે છોકરાઓમાં પણ જ્ઞાનતંતુઓની નબળાઈ આવવાનો ભય પેદા થાય છે. આ બાબતમાં યોગ્ય ઉપાયો થવા જ જોઈએ. આપણા સમાજની આ ટેવ માટે શિક્ષક પોતે શું કરી શકે ? એને એ વારસામાં મળી ને સમાજમાં એ પોષાઈ. સમાજમાં તેને સ્થાન પણ છે. પણ જો પોતાની ગરજ હોય તો શિક્ષક ચેતે ને ધીમે