આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૩૧ બોલવાની ટેવ પાડે. કેવળ નિરર્થક થતા પ્રાણવ્યયને રોકે. તેણે જરા હંમેશની કાળજી રાખવી પડશે. નવી ટેવ પાડતા વારંવાર તે ભૂલ ખાશે પણ છતાં એ નવી ટેવ પાડી શકશે જ અને પોતે તો પોતાનું આયુષ્ય લંબાવશે જ નવી ટેવ પાડતાં શરૂઆતમાં શિક્ષકને પોતાને તેમ જ અન્યને કૃત્રિમ લાગશે; તે તરી આવશે; પણ લાંબે વખતે તેને તેમ જ બીજાને તે સ્વભાવિક થશે, ને બીજાઓ પણ તે સ્વભાવની કદર કરતા થશે ને તેના તરફ આકર્ષાશે. બીજું કારણ એક જ હૉલમાં વર્ગો બેસાડવાનું છે. પ્રત્યેક વર્ગ પોતે વધારેમાં વધારે ઘોંઘાટ કરી શકે ને બીજાને તે સંભળાય નહિ એટલા માટે દરેકને જુદો અને અવાજ બહાર જાય નહિ એવો ઓરડો જોઈએ એમ કહેવાનું નથી. એવી રીતે વર્ગોને અવાજ જઈ ન શકે તેવાં ખાનાંઓમાં ગોઠવીએ, તો પણ શિક્ષક અને વિદ્યાર્થીઓ અવાજ કરવાની એટલે કે ઘાંટો કાઢીને બોલવાની ટેવમાંથી મુક્ત થાય નહિ. એકબીજા વર્ગોને એકબીજાના ઘાંટાઓથી માત્ર અટકાવીએ તો એકબીજા વર્ગોને નુકસાન ન પહોંચે, અને તે માટે વર્ગોને છૂટા પાડવા જોઈએ. આવી સ્થિતિ આજે હાઈસ્કૂલો અને કૉલેજના વર્ગો પરત્વે છે. પરંતુ તે નિરુપદ્રવિતા નિયમનની સખતાઈની શાંતિ જેવી છે. બહારથી શાળાનો અવાજ લાગતો નથી; પરંતુ અંદર ઓરડામાં શિક્ષકનો ઘાંટો પડી રહ્યો હોય છે. આનો ખરો ઉપાય શિક્ષક પોતે છે. તેણે આગળ કહ્યું તેમ નવી ટેવ પાડવાની છે. ઉપરાંત શીખવવાની કળા કેળવવાની છે. વર્ગમાં શિક્ષકે ઘાંટો કાઢીને ભણાવવાનું કામ કરે છે. છોકરાઓ મોટેથી વાતોચીતો કરતા હોય છે; તેમને