આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૨
 

૧૩૨ પ્રાથમિક શાળામાં શિક્ષક પણ તેની ટેવ છે. તેમને શિક્ષક ભણાવવા બેસે છે. ‘ચૂપ’ કહેતાંની સાથે એક વાર તો ‘શાંતિ’ ફેલાય છે, પણ પાછો ગણગણાટ શરૂ થાય છે. આ વચ્ચે શિક્ષકે કામ કરવાનું હોય છે. શિક્ષક પોતે સંભળાવવાને માટે મોટો ઘાંટો કાઢીને બોલે છે. તે મોટા ઘાંટામાં નાના-નાના અવાજોને ચાલુ રહેવાની શકયતા ઊભી થાય છે. બધા વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ હોતો નથી, હોય પણ નહિ. જે વખતે અમુક શિક્ષણનું કામ ચાલતું હોય તે વખતે બધાનાં મગજ એકસરખાં યંત્રો ન હોવાથી તેમાં સરખી રીતે રોકાતાં નથી. વળી શિક્ષણ એક ઉપદેશ કે પ્રવચન રૂપ કે ભાષણ રૂપ હોય ત્યારે તે ભલે સ્વતઃ સુંદર હોય; તો પણ જેને તેમાં મજા ન આવે તેને ગડબડ કરવાનું મન થાય તેમ છે. વળી શિક્ષક એકાદ વિદ્યાર્થીને ભણાવવા કે પૂછવા કે તેની સાથે ઝઘડવા બેસી જાય છે, ત્યારે બીજાઓ સહેજે વાતચીત કે ગમ્મતમાં પડવા તરફ જાય છે. આથી ચણપણ અવાજ થતાં તે વધે છે, ને શિક્ષકને તો ભણાવવું હોય છે માટે તે ઘાંટો કાઢીને બોલે છે. જેમ અવાજ વધે તેમ ઘાંટો વધે છે; ને જેમ ઘાંટો વધે છે તેમ તેમાં વધારે અવાજને સમાઈ જવાની અનુકૂળતા મળે છે. શિક્ષક પોતે અત્યંત ધીમેથી શરૂ કરે. ચૂપ અને શાંતિના હુકમો બહાર ન પાડે. Drill પણ ઘણીવાર તો નકામી જ પડે છે. પોતે પોતાનું શિક્ષણ રસિક કરે; રસિક શિક્ષણ એટલે બાળકોને જોઈતું શિક્ષણ. રસિક શિક્ષણ એટલે સમજાય તેવી