આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૩૩ સહેલી સુંદર રીતે ધરેલ શિક્ષણ. રસિક શિક્ષણ એટલે યોગ્ય અને જોઈતાં જ ઉપકરણો સાથે રાખી અપાતું શિક્ષણ. રસિક શિક્ષણ એટલે જોઈતા અભિનય સાથેનું શિક્ષણને રસિક શિક્ષણ એટલે શિક્ષકની પ્રસન્નતા, એકાગ્રતા અને શાંતિ ભરેલું શિક્ષણ. આવું શિક્ષણ જો શિક્ષક આપવા ચાહે તો તેને વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ સાંભળશે. મુરલી સાંભળી નાગ ધ્યાનસ્થ થશે, પણ માટલીમાં કાંકશ નાખી ખખડાવીએ તો તે ઊભો પણ નહિ રહે. એમ શિક્ષણની સાચી મુરલી જેના ગળા અને હૃદયમાંથી નીકળશે તેને સૌ કોઈ કાન દઈ સાંભળશે જ. અને જેમ જેમ વિદ્યાર્થીઓ અભિમુખ થઈ એકાગ્ર થતા જશે, તેમ તેમ આખા વર્ગનું એક માનસ થશે; તેમ તેમ વર્ગની ૧૦૦ની સંખ્યા પણ એક જ વિદ્યાર્થી જેટલી થશે. અને શિક્ષકને પાસે બેઠેલા એક જ વિદ્યાર્થી સમક્ષ બોલતાં જેટલો ઘાંટો કાઢવાની જરૂર હોય તેથી વધારે જરા પણ કાઢવો નહિ પડે. પોતાના કામની કળા માત્રથી શાંતિ ફેલાય છે. ને શાંતિમાં ધીમા અવાજે કામ કરવાની મજા આવે છે એટલું જ નહિ, પણ તેમાં મધુરતા લાગે છે. પછી તો શાંતિ પોતે જ ઘાંટાની સામે લડશે. ઘાંટો રૂઆબસૂચક નથી પણ નિર્બળતાસૂચક છે. અંતઃપ્રાણવાળો મનુષ્ય શાંતિના શસ્ત્રને બળવાનમાં બળવાન