આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૪
 

૧૩૪ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જાણે છે. ખરા વીર્યવાન માણસોનું બળ શાંતિ છે. ખરા જ્ઞાતાઓની વાણી મૌન છે શ્રેષ્ઠ સદ્દગુરુઓ હંમેશ મૌન વ્યાખ્યાન આપી ગયેલા છે. પણ જ્યારે શક્તિમાં અવિશ્વાસ આવે છે, જાત ઉપર કાબૂ નથી હોતો, ત્યારે બહારનું શસ્ત્ર ઊઠાવવું પડે છે. ઘાંટો એક આવું શસ્ત્ર છે. તે રોફ છાંટી શકે પણ તેની પાછળ પોકળતા છે તેથી તે થોડા વખતમાં બહાર પડે છે. માટે ઘાંટાને રૂઆબ તરીકે સમજવાની ભૂલ શિક્ષક ભાઈઓ ન કરે. છોકરાઓ ઘાંટા ઉપર ઘાંટા પાડે છે ત્યાં સુધી શાંત રહે છે; ઘાંટો જરાક બંધ થયો કે ઘાંટાનાં પ્રતિબિંબ રૂપે ઘાંટા શરૂ કરે છે. ઘાંટો ઘોંઘાટને દાબે છે પણ શાંતિને કેળવતો નથી. શાંતિ જ માત્ર શાંતિને ઉત્પન્ન કરે છે. કરે. શિક્ષકભાઈઓ પોતાના ઘાંટા વિષે સારી પેઠે વિચાર