આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૫
 

કે પકીર્ણ પોતાના પગ ઉપર ઊભા રહો. સૂતેલા સિંહના મોઢામાં મૃગ જઈને પડતો નથી એ જૂનું વાકય છે. એમાં ઘણું સત્ય છે. ઈશ્વર તેને મદદ કરે છે કે જે જાતે મદદ કરે છે. ઘણા વખતથી આપણી વૃત્તિ પરાધીન થઈ ગઈ છે. આપણે પોતાના પગ ઉપર ઊભા રહેવાનું ભૂલી જ ગયા છીએ. આપણને થાય છે કે આપણા ખાતામાં સુધારો થાય તો સારું; આપણને થાય છે કે આપણી ગરીબી ફીટી જાય તો સારું; આપણને થાય છે કે પગાર વધી જાય તો સારું; આપણને થાય છે કે આપણી પદવી વધે તો સારું. પણ આપણે શું કરીએ છીએ ? કોઈક કરે તો તેના ઉપર આપણે બેઠા છીએ. એ વાત છોડી દ્યો. આપણે આપણા પગ પર ઊભા રહીએ. પણ કેવી રીતે ઊભા રહીશું ? પહેલી વાત, હવે બીજી જ રીતે વિચાર કરતા શીખો. આપણે સ્વાધીન છીએ ને રહેવું જોઈએ. આપણે જાતને ઊંચે ચડાવવી જોઈએ, તે ચડાવશું એટલે આપણે એની મેળે ઊંચે જઈશું જ. આમ પ્રથમ વિચારતા શીખીએ.આમ આપણી શ્રદ્ધા થવા લાગે. પછી આપણે ખાતાના સુધારાનો વિચાર કરીએ. ખાતું પ્રતિભાશાળી શિક્ષકો માટે છે. તેવા નથી તેવી તેની ફરિયાદ છે. આપણે તેવા થઈ ખાતાનું દુ:ખ મટાડીએ. ને ખાતાને તેની આજની મૃત સ્થિતિમાંથી ઉગારીએ. પ્રતિભા બહારથી કોણ લાવી આપશે ? પ્રતિભા આપણે માટે કોણ ખરીદશે ? પ્રતિભા વધવા માટે ખાતું કેવી રીતે પ્રયત્ન કરે ? એ વાત આપણા હાથમાં છે. આપણે બધા પ્રતિભાવાળા માણસોની ટોળી થઈએ એટલે