આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૬
 

૧૩૬ પ્રાથમિક શાળામાં શિક્ષક ખાતામાં આપણે જ સુધારા કરી શકીશું, શાળાનું ભણતર સારું કરવું તે આપણે કરીશું. પરીક્ષાની હાડમારી બાળકોને લાગે જ નહિ તેવું આપણે જ કરી શકીશું. શાળાની ગંદકી આપણે જ દૂર કરવા ઊહાપોહ અને પ્રયત્ન કરવા નીકળશું. અને જ્યારે શિક્ષકનો મોટો વર્ગ નવી વાત સમજીને શાળાઓમાં દાખલ કર્યો જશે ત્યારે કર્યું એવું ટૂંકી બુદ્ધિનું ખાતું હોય કે જે તેને વધાવી ન લે ? ખાતું તો શિક્ષકનું બનેલું છે, તે તેથી તે તેમનું છે. આજે ખાતું સારું નથી એમ કોઈ કહે તો તેનો અર્થ એ છે કે શિક્ષકો સારા નથી, મજબૂત નથી, શક્તિવાન નથી, પ્રતિભાવાળા નથી. આપણી ગરીબી આપણે ફિટાડી શકીએ. પણ આપણી શક્તિમાં આપણને શ્રદ્ધા નથી. કારણ કે મૂળે આપણામાં શક્તિ કે નથી; શક્તિની ગરમી નથી. આપણે કોઈ માની શકીએ કે શક્તિવાળો માણસ બેસી શકે ? શક્તિવાળો માણસ પૈસા વિના મરે ? શક્તિવાળા માણસને કોઈ પૈસા ન આપે ? વાત જ ખોટી. રાજ્યના મોટા અમલદારને શા માટે સૌથી વધારે પગાર મળે છે ? તેનામાં તંત્ર ચલાવવાની શક્તિ છે. વિદ્યાધિકારીને શા માટે મોટો પગાર મળે છે ? તેણે શિક્ષકોથી વધારે શક્તિ કેળવી છે. જો કોઈ પણ અમલદાર આખરે શક્તિમાન નથી નીકળતો તો તેને જગા છોડવી પડે છે. તેનો પગાર બંધ થાય છે. આપણે શક્તિ કેળવીએ. પછી આપણે પગાર માગવાની જરૂર નહિ પડે. જ્યાં સુધી રાજ્યોને લાગે છે કે આ ખાતું પાંજરાપોળ જેવું છે, ત્યાં સુધી તે તેમાં પૈસો નહિ ખરચે; ન જ ખરચવો જોઈએ. પણ આપણે આપણી શક્તિથી બતાવી આપીએ કે આ ખાતું એક જ સુધરે તો બધાં ખાતાઓના ખોટા ખર્ચા ઓછા