આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૩૭ થાય, તો તો આપણને સૌએ શક્તિ પ્રમાણે સરપાવ આપવો જ જોઈએ. આપણે આપણા બુદ્ધિબળથી હજી ક્યાં લોકોને ઠસાવ્યું છે કે શિક્ષણનું કામ અઘરું અને મહત્ત્વનું છે ? આપણે એમ ક્યાં સાબિત કરી આપ્યું છે કે ખરા શિક્ષણથી આજની ખોટી રાજ્યવ્યસ્થા ને નકામી ઉપાધિનો અંત આવશે ? આપણે ભણાવીને સારા શહેરીઓ ક્યાં તૈયાર કર્યા છે કે ચોરોના, ખૂનીઓના ને ગુન્હેગારોના ટકા ઘટ્યા છે, તેમ જ વેપારીની બુદ્ધિ વધી છે, કલાઘરો અને કારીગરો વધ્યા છે, ને તેથી રાજ્યની સંપત્તિ વધી છે ? આ વાત આપણે એક વાર બતાવીએ; ને પછી જોઈએ કે આપણે ભીખ માગવી રહે છે કે નહિ. આપણે એક વાર તો બતાવી આપીએ કે શિક્ષકનો જ સૌથી વધારેમાં વધારે પગાર હોઈ શકે ! તેની જ સૌથી વધારેમાં વધારે ઊંચી પદવી હોઈ શકે ! અને એક વાર રાજાઓ શિક્ષકના પગમાં પડતા જ હતા ને ? નીચલા ધોરણનો શિક્ષક અત્યાર સુધી આપણે એમ કરતાં આવ્યા કે જેમ જેમ ધોરણ ઊંચું તેમ તેમ તેનો શિક્ષક ઊંચા દરજ્જાનો. તેનું જ્ઞાન ઊંચું, તેનો પગાર ઊંચો, તેનો મોભો ઊંચો. એથી ઊલટું નીચલા ધોરણનો શિક્ષક એટલે બધી રીતે નીચો; જ્ઞાનમાં, પગારમાં અને મોભામાં. નીચલા ધોરણમાં અન્વેન્ડ, ગુજારતી સાતમી, અને કોઈ વાર પાંચમી ભણેલો શિક્ષક પણ ચાલે, જ્યારે કૉલેજમાં પ્રોફેસર