આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૮
 

૧૩૮ પ્રાથમિક શાળામાં શિક્ષક એટલે બી.એ. કે એમ.એ. એમ જોઈએ. આ વ્યવસ્થા કોઈ ઈમારત સાથે સરખાવીએ તો પાયામાં ગારો અગર ગારાની ઈંટો અગર ભુખરિયા પથ્થર, તેની ઉપર ધ્રાંગધ્રાના અને તેની ઉપર આરસ, એના જેવું થાય. આવું મકાન કોઈ કરે તો ગાંડો કહેવાય. તે મકાન પહેલું જ પડે. આમ જ કેળવણીની શાળાનું મકાન છે. નિ બાળકના નાનપણમાં જેટલી ઉચ્ચ કેળવણી આપીએ તેટલી ઓછી છે. બાલ્યાવસ્થા એ બીજારોપણનો કાળ છે. એક વાર એ અવસ્થામાં સારા શિક્ષણનો પરિચય થયો એટલે બાળક મોટું થશે તેમ તેમ તે સઘળું વિકસશે, વધશે ને મોટું થશે. પણ બાલ્યકાળમાં કશી દરકાર ન રાખીએ, બાલ્યકાળ સાધારણ માસ્તરોને હાથે ઘડીએ, ને પછી એ અણધડ પથ્થરોને ઘડવાને આગળનાં વર્ષોમાં ઊંચા કારીગરો રાખીએ, તે પગને બદલે માથાથી ચાલવા બરાબર છે. આપણું ઘણી બાબતમાં અવળું અર્થશાસ્ત્ર છે. નિરોગી રહેવા માટે ઉપાયો યોજવાને બદલે માંદા પડયા પછી સાા થવાનાં સાધનો ઉપજાવી રહ્યા છીએ. મનુષ્યજાતિ વિગ્રહ ન કરે ને શાંતિમાં આત્માનો વિકાસ સાધે એની પાછળ પડવાને બદલે, આત્માને અવનતિએ લઈ જાય એવું જીવનધોરણ થવા દઈ, આખરે થતા વિગ્રહોને દબાવવા માટે તેનાં સાધનો વિચારીએ છીએ. ગુન્હેગારો ન થાય તેનો ઉપાય શો છે તે શોધવાને બદલે ગુન્હેગારોને જેલમાં નાખીએ છીએ. આમ જ પહેલેથી સંગીન શિક્ષણનો માર્ગ આંકવાને બદલે ખોટા માર્ગને ખરે માર્ગે લઈ જવા માટે આગળનો ખર્ચ અને શ્રમ વધારીએ છીએ. સામાન્યતઃ કૉલેજના પ્રોફેસરો નબળા વિદ્યાર્થીઓ માટે હાઈસ્કૂલોને દોષ દે