આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૩૯ છે. હાઈસ્કૂલોના શિક્ષકો કહે છે કે પ્રાથમિક શાળામાંથી કચરો આવે છે. પ્રાથમિક શાળામાં પણ અનુક્રમે નીચલાં ધોરણની નબળાઈનો વાંક કાઢવામાં આવે છે. અંતે આ બધો વાંક બાળ- ધાોરણ અને પહેલા ધોરણ પર આવે છે. અને બાળ-ધોરણમાં જઈને જુઓ તો એક કાં તો કાચી ઉંમરનો અનેકાં તો વૃદ્ધ એવો શિક્ષક છે ! તેનું બિચારાનું જ્ઞાન તદ્દન થોડું છે; તે એકંદર તદ્દન નકામા જેવો છે. અને આને હાથે પાયો નખાય છે ! ! હજી સમજાતું નથી કે આમ શા માટે ચાલતું હશે ! નીચલા ધોરણમાં મુખ્ય મહેતાજીએ, ઊંચેનામાં સ્પેશિયલે અને ઊંચે જઈએ તેમ સાધારણ સારા શિક્ષકોએ કામ શા માટે ન કરવું ? આજે માન્યતા એવી છે કે બાળપોથીમાં તો એકડા-બગડા અને કક્કા-બારાખડી શીખવવાં, ને પહેલીમાં સાધારણ વાચન- લેખન ને ગણિત શીખવવાનું; એમાં તે વળી શું શીખવવાનું છે ? છઠ્ઠી અને સાતમીમાં તો ઈતિહાસ, ભૂગોળ, ઊંચું ગણિત, નિબંધ ને એવું એવું શીખવવાનું; એ સાધારણ શિક્ષકથી કેમ શીખવાય ? હા; અત્યારના પહેલા કે બાળવર્ગના શિક્ષકથી તે ન શીખવાય. તે માટે પણ સારા શિક્ષકો તો જોઈએ જ. પણ તેથીએ સારા શિક્ષકો તો નીચલા ધોરણ માટે જોઈશે. બાળકની ઇંન્દ્રિયોને ખીલવવી એટલે કે તેને અવલોકન કરતાં શીખવવું; તેની માનસિક શક્તિઓ જેવી કે બુદ્ધિશક્તિ, તુલનાબુદ્ધિ, તર્કબુદ્ધિ, નિર્ણયબુદ્ધિ ખીલવવી; બાળકને સાહિત્યરસિકતા આપવી અને ભૌગોલિક વસ્તુમાં રસ લેતું કરવું. આ બધું છેક નાનપણમાં બાળ અને પહેલા ધોરણમાં થવું જોઈએ. આ તેના પાયાનું ભણતર છે. તેના ઉપર વિષયજ્ઞાનની ઈમારત છે. વિષયોનું જ્ઞાન મહત્ત્વનું નથી પણ તેનો