આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪૦
 

૧૪૦ પ્રાથમિક શાળામાં શિક્ષક રસાસ્વાદ કે ઉપયોગ, તેના મહત્ત્વની સમજણ કે તેનાથી જીવનનો ઉત્કર્ષ, વગેરે બરાબર થાય તે માટે જે અંતઃશક્તિઓ છે તેના પાયાની ખીલવણી એ જ અગત્યની વસ્તુ છે; ને તે ન કરતાં જ્યારે ક, કા, માં અને ૧, ૨, માં બાળ ધોરણના શિક્ષણને સમાવી દઈએ છીએ ત્યારે જ ભીંત જેવડી ભૂલ થાય છે. ખરી રીતે ગમે તેમ કરીને પણ નીચલા ધોરણમાં સારા શિક્ષકો મૂકવા જોઈએ જ જોઈએ. એક વાર સારા શિક્ષકો નીચલા ધોરણમાં મૂકશું એટલે ઊપલા ધોરણના શિક્ષકોની ફરિયાદ મટશે; પાછળથી કાચા મકાનને મરામત કર્યાં કરવામાં મહેનત નહિ કરવી પડે, અને સહેલાઈથી સાધારણ કામદારો પણ પથરા ઉપર પથરો ચડાવી દેશે; અને કૉલેજ જેટલે બાળકો પહોંચશે એટલે તો તેઓ પોતાની વધેલી શક્તિને બળે જાતે જ ભણી લેવા સમર્થ થશે. યૂશન શિક્ષકને અત્યંત શરમાવનારું જો કાંઈ હોય તો તે આજની તેમની ટયૂશન-વૃત્તિ છે. શ્રીમંતોમાં છોકરાંઓ ગરીબ અને મધ્યમવર્ગનાં છોકરાંઓની સાથે ભણતાં લાજે, તેમની સાથે ભણતાં તેમનો દરજ્જો ઓછો થાય, તેમાંથી ટયૂશનનો જન્મ છે. શ્રીમંતોનાં છોકરાંઓનું ટયૂશન રાખી શિક્ષકોએ શ્રીમંત વર્ગનું દાસત્વ સ્વીકાર્યું છે, અને પેટ અને પૈસા ખાતર લક્ષ્મીને ત્યાં સરસ્વતીનું વેચાણ કર્યું છે. સ્વભાવ પ્રમાણે શ્રીમંતો ટયૂશન રાખનાર શિક્ષકોને દુકાનના ગુમાસ્તાથી વધારે મૂલ્યના સમજતા નથી. તેમને ‘માસ્તર'ના નામથી મોટે ભાગે સંબોધે છે; એટલે