આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૪૧ કેટલીએક વાર તેમની પાસેથી શાકપાંદડું લાવવું, અને એવાં બીજાં કામો પણ લે છે. અને શિક્ષક તે રાજીખુશીથી કરે છે. શ્રીમંતોએ પેદા કરેલો ધંધો આજે સામાન્ય વર્ગનાં માબાપોને ત્રાસ રૂપ થઈ પડયો છે. ટયૂશન આપનારા શિક્ષકોએ ટયૂશનની જરૂરિયાત દિવસે ને દિવસે વધારી મૂકી છે. શ્રીમંતોમાંથી ટયૂશનની ફેશન મધ્યમ વર્ગમાં આવી પહોંચી છે. આમ જેટલા શિક્ષકો તેથી વધારે ટયૂશન થઈ પડયાં છે. સવારામાં ઊઠી ટયૂશન માટે તૈયારી કરી રહેલા અને દોડધામ કરતા શિક્ષકોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. ટયૂશન રાખનારાઓની અંદર તીવ્ર સ્પર્ધા અને વેરઝેર ફેલાતાં જાય છે. ટયૂશન ટકાવવા માટે શિક્ષકોને શેઠીઆઓની અને માબાપોની ખુશામતનું પ્રમાણ વધારતા જવું પડે છે. અને ટયૂશન ભાંગી ન પડે માટે વિદ્યાર્થીને વધારે ભણાવવા કરતાં તેને કઈ રીતે પાસ કરી દેવો તેની યુક્તિ-પ્રયુક્તિ અને છળપ્રપંચ વધતાં જાય છે. નજર નાખીને જોઈએ તો જેમ ફેફસાંને ક્ષયના જંતુઓ વળગીને ફેફસાંને કાણાં કરવાને અહોર્નિશ મહેનત કર્યા કરે છે, તેમ વિદ્યાર્થીઓનાં બુદ્ધિ અને શરીરને ટયૂશનવાળાઓ વળગીને તેમને હેરાન કર્યા કરે છે. સમાજ ઉપર ટયૂશન રાખનારાઓનું આજે ભારે આક્રમણ થઈ રહ્યું છે; અને માબાપો હવે વિચાર કરવા સુધીયે પહોંચ્યા છે કે આ ટયૂશનના ભાર અને ત્રાસમાંથી આપણે કેવી રીતે છૂટવું. ટયૂશન રાખવાથી છોકરો ભણશે, ઠોઠ હોશિયાર થશે, પાછળ રહી ગયેલો સાથે થશે, એ કલ્પના શરૂઆતમાં માબાપોના મનમાં હતી. પણ બન્યું એમ કે સવારે અને સાંજે ટયૂશન ઉપર