આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪૨
 

૧૪૨ પ્રાથમિક શાળામાં શિક્ષક પોતાની બધી શક્તિ ખરચી નાખ્યા પછી શિક્ષકે શાળામાં ભણાવવાનું લગભગ બંધ અગર ઓછું કરી નાખ્યું. જે છોકરાંઓના માબાપો ટયૂશન ન રખાવે અથવા ન રખાવી શકે, તેઓનાં છોકરાંઓએ મેળે ભણી લેવું અગર ભણ્યા વિના રહેવું એવી સ્થિતિ ઉત્પન્ન થઈ. જે છોકરાંઓ ઘેરથી ભણીને આવે તેમને ભણવાનું નહિ પણ રખડવાનું રહ્યું; માસ્તરથી વ્હીવાનું નહિ પણ માસ્તરે તેમનાથી બ્હીવાનું રહ્યું. અને માસ્તરને નવી યુક્તિ સૂઝી બાકીનાં છોકરાંઓને કહી દેવું કે તમારાં માબાપને કહો કે ‘‘માસ્તર રાખે; નહિતર પાસ નહિ થાઓ.’ આથી અણછૂટકે ગરીબ માબાપોને પણ આજે ટયૂશનો રાખવાં પડે છે. હમણાં જ મેં જાણ્યું કે ટયૂશનમાં પણ નવા-નવા પ્રકાર હોય છે. ચાર-પાંચ છોકરાંઓને ભેગાં કરી એક ઠેકાણે તેમને ભણાવવાં અર્થાત્ તેમની નિશાળ માંડવી એ ટયૂશનનો એક પ્રકાર. કંત્રાટથી ટયૂશન અર્થાત્ પંદર રૂપિયા આપતાં છોકરાને પાસ કરાવી દેવો એ બીજા પ્રકારનું ટયૂશન. આમ ટયૂશનના પ્રકારો શિક્ષકો વધારતા જાય છે, અને માબાપોને તે સ્વીકારવા પડે છે. ટયૂશનની પદ્ધતિને લીધે જાહેર શાળાઓ શિક્ષકોને થાક ઉતારવાનાં, બેઠાં બેઠાં તમાકુ સંધવાનાં કે ચા પીવાનાં સાધનો થઈ પડી છે. જે જાહેર શાળાઓ ચલાવવા માટે શિક્ષકોને પગાર આપવામાં આવે છે, તે પગારના વળતરમાં શિક્ષકોને બહુ જ થોડું કરવાનું હોય છે; જ્યારે ટયૂશનોથી મળતા પૈસાનું તે બધું જ કરે છે. આમ જાહેર સંસ્થાનો દુરુપયોગ અને નિષ્ફળતા દિવસે-દિવસે વધતાં જાય છે. માબાપોએ ખરી રીતે શિક્ષકોની સામે ઝુંબેશ ઉઠાવવી જોઈએ, અને એક પણ શિક્ષકને ટયૂશન આપવું ન જોઈએ. ઊલટું તેમણે જાહેર શાળાઓની