આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪૪
 

પ્રાથમિક શાળામાં શિક્ષક આપણી અંદરની વાત આપણે પ્રગટ કરીએ તેમાં શોભા નથી. પરંતુ ટયૂશનમાં પણ આપણે કેવું ભણાવીએ છીએ તે આપણે જાણીએ છીએ. મોટેભાગે ત્યાં પણ દમ, ભય, અને કેટલીએક વાર શિક્ષાનો ઉપયોગ કરી છોકરાંઓની પાસેથી કામ લઈએ છીએ. મૂરખ માબાપો સમજતાં નથી કે પૈસા આપીને છોકરાંને ભયમાં રાખનાર અને મૂઢ બનાવનાર શિક્ષકને મેં હાથે કરી ઘરમાં આણેલ છે ! ૧૪૪ કામધંધામાં પડેલ શ્રીમંત માબાપો દુ:ખ સાથે બહુ મોડું- મોડું જાણે છે કે પોતે રાખેલ શિક્ષક તો મોળો નીવડયો. છોકરાંને બગાડી ગયો, અગર ઘરમાં ગંદું વાતાવરણ નાખી ગયો, અગર ઉઠાવગીર નીવડયો ! ટયૂશન દેખાદેખીથી બહુ વધ્યું છે. ‘‘હાઈસ્કૂલના શિક્ષકો અને હેડમાસ્તરો સુદ્ધાંત ટયૂશન રાખે છે માટે આપણે કેમ ન રાખીએ ? આપણે પણ કમાવું જોઈએ.’’ એ વૃત્તિ હીન છે. બીજા શું કરે છે તે પ્રામાણિક માણસ જોતો નથી. આપણું ભલું કરવું હોય તો ટયૂશન છોડો, છોડો ! માબાપો પોતાનાં છોકરાનું ભલું ચાહશે તો તેઓ તમારી પાસેથી ટયૂશન છોડાવશે. શિક્ષકે શું વાંચવું ? શિક્ષણના કે હરેક ધંધામાં પડેલ માણસે પોતાનો ધંધો તેજ રાખવા અને સફળ કરવા હંમેશ અદ્યતન રહેવું જ પડે. જે પોતાના ધંધામાં વધતી જતી નવી શોધખોળો જાણે નહિ તે પછાત રહી