આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪૫
 

૧૪૫ પ્રાથમિક શાળામાં શિક્ષક જાય અને તેની કિંમત ઘટતી જાય. એવા સેંકડો શિક્ષકોવાળું કેળવણી ખાતું પોતાના ખાતાના શિક્ષકોને આગળ વધાર્યા ન કરે તો ખાતું પોતે જ પછાત પડતું જાય, અને તેની કિંમત બીર્જા ખાતાંઓની મિસાલે ઓછી અંકાય. આ દષ્ટિએ વાચન અદ્યતન જોઈએ જ જોઈએ. આ વાચન આજે તો ખાતાએ જ પૂરું પાડવું ઘટે છે. ગરીબ શિક્ષકોને આગળ વધારવાની દાઝ ખાતાને જ હોવી જોઈએ. ખાતાના સમજુ અને પ્રાગતિક વિચારના અમલદારો આ વાત જાણે છે અને આચરે પણ છે. શિક્ષકોથી શોભનાર ખાતાનો વડો અમલદાર કદી પણ આ વાત વિસરતો નથી. શુભાશયી શિક્ષણના વડાઓ શિક્ષકોની શક્તિ તેમને કાયમ સારું વાચન પૂરું પાડીને જ વધારશે. તેમના માટે તે આવું કંઈક, પોતાની નજરમાં આવે તેમ અને સગવડ પ્રમાણે કરી શકે. ૧. શિક્ષણ-વિષયક સારા-સારા લેખો-અંગ્રેજી અને ગુજરાતી તેમ જ ઈતર ભાષાના-જોઈ જઈ અગર જોવરાવી યોગ્ય લેખોનું ટાંચણ કરાવી તે દર માસે પોતાના ખાતા તરફથી મોકલી આપે. આવા ટાંચણો ટૂંકમાં, મુદ્દાસર બનાવનાર એવા એક માણસની ગોઠવણ કરવી અઘરી નહિ પડે. આવું ટાંચણ બને તો પત્રિકા રૂપે છપાવીને અથવા ડુપ્લીકેટર પર કે સાઈકલોસ્ટાઈલ પર તેની નકલો કઢાવીને ફેલાવવું. દરેક શિક્ષક તે વાંચીને તેની ફાઈલ રાખે. ૨. ખાતાના ઉપરી પોતે જો નાણાંની સગવડ હોય તો પોતાના ખાતા તરફથી એક પત્ર ચલવે. આમાં શિક્ષણ-વિષયક ટાંચણો, નાના-નાના લેખો અને વિદ્યાધિકારી પોતાનું શિક્ષણ