આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪૬
 

૧૪૬ પ્રાથમિક શાળામાં શિક્ષક વિષયક દૃષ્ટિબિંદુ રજૂ કરી શકે. દરેક વિદ્યાધિકારી પોતાના શિક્ષકનો નેતા છે; વડો શિક્ષક અને શિક્ષણશાસ્ત્રી છે. તેના ઉપર તેના ખાતાના શિક્ષકોનો આધાર છે. તે જેવું દૃષ્ટિબિંદુ રજૂ કરે તેવું વણલ શિક્ષકોમાં થવાનું. દરેક ખાતું પોતાનું પત્ર ચલાવે એ સર્વોત્તમ વાત છે. એથી ખાતાનું એક જાતનું વ્યક્તિત્વ જન્મશે. અસ્મિતાનું ભાન થશે. વધારે વેગ અને ઉત્સાહથી શિક્ષકો આગળ વધશે. એ જ રીતે ખાતું સારા લેખકો પાસે પોતાના દષ્ટિબિંદુને સમર્થન આપે તેવાં પુસ્તકો લખાવી શિક્ષકો માટેનાં પુસ્તકાલયોમાં મુકાવે, તો તે પણ ઉપકારક વાચન પૂરું પાડી શકે. ૩. જ્યાં ખાતું સીધી રીતે કંઈ કરી કે કરાવી ન શકે ત્યાં શિક્ષણ-વિષયક પત્રો અને પુસ્તકો ખરીદીને તે શિક્ષકોને પૂરાં પાડે. દરેક શાળા માટે એક પુસ્તકાલય અને એક વાચનાલયની આવશ્યકતા છે. પણ તેમ ન બની શકે ત્યાં પાંચ શાળા વચ્ચે એક જ મધ્યસ્થ શાળામાં પુસ્તકાલય અને વાચનાલય ગોઠવવાં જોઈએ. આજુબાજુનાં ગામડાંના પાંચ શિક્ષકો તેનો વારાફરતી લાભ લઈ શકે. એક પુસ્તકની એક નકલ હોય તો પણ ચાલે. એક પત્રની એક કે બે નકલો હોય તો પણ વારાફરતી વંચાય. આવાં પુસ્તકાલયો તથા વાચનાલયો માટે વિદ્યાધિકારી પુસ્તકોની પસંદગી કરવામાં ખૂબ કાળજી રાખે. માન્ય ગણાતાં પુસ્તકોને બદલે ઉપયોગી પુસ્તકો લે. એમ જ પત્ર વિષે. વળી પુસ્તકો અને પત્રોમાંથી કયો ભાગ ઉપયોગી છે અને કયો નિરુપયોગી છે તેની નોંધ પુસ્તકોની શરૂઆતમાં મૂકી શકે. દરેક પુસ્તક અને પત્ર દરેક વિદ્યાધિકારીને સંપૂર્ણ માન્ય ન હોઈ શકે. ભિન્ન રુચિને સર્વત્ર સ્થાન છે. પ્રામાણિક અને શિક્ષકોને આગળ