આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૪૭ વધારવાની ઇચ્છાવાળા વિદ્યાધિકારીઓ પોતાના વિચારને પ્રતિકૂળ લેખો ઉપર ટીકા-રૂપ ટાંચણ મોકલી શકે, અને શિક્ષકોને દોરી શકે. દરેક પત્ર કે પુસ્તક સૌને સંપૂર્ણ માન્ય નથી હોતું, તેથી તે ત્યાજ્ય ન ગણાય. પણ માન્ય હોય એટલો ભાગ વાપરી લેવો જોઈએ. જે ખાતું ખર્ચ કરી શકે તે અદ્યતન બધાંય સુંદર પુસ્તકો તથા પત્રો વસાવવાનો આગ્રહ રાખે જ. પણ તેમ ન બની શકે ત્યાં પસંદગીથી પૈસાનો વ્યય કરવો યોગ્ય છે. પોતાના શિક્ષકો માટે ખાતાંઓ આવું-આવું કંઈક કરે તો જેમ વૃક્ષો પાણી કે ખાતર વિના સુકાય છે ને ફળો દેતાં નથી, અથવા જેવાં-તેવાં ફળો આપે છે, તેમ સુવાચન વિના ગામડાના શિક્ષકોની જે દશા થઈ છે તેમાંથી તેઓ બચે ને ધીમે-ધીમે નવપલ્લવિત થાય. શિક્ષકો અને પોતાની બાલ્યાવસ્થા ટૉલ્સટોયને મહાન્ તત્ત્વચિંતક તરીકે સૌ પિછાને છે. તે એક શિક્ષક તરીકે પણ પ્રસિદ્ધ છે. તેણે શાળા ચલાવેલી. શિક્ષણ- વિષયક તેના વિચારો મનનીય છે. કોઈ લેખકે લખ્યું છે કે ટૉસ્ટૉયની શિક્ષક તરીકેની યોગ્યતા અને સફળતા તેની પોતાની બાલ્યાવસ્થાની સ્મૃતિને આભારી હતી. સાચે જ ટૉલ્ટૉયને પોતાની બાલ્યાવસ્થા સારી પેઠે યાદ હતી. તેને પોતાને પોતાનાં માબાપો અને શિક્ષકોના વર્તનની સ્મૃતિ મજબૂત હતી. બાળક તરીકે તેની આકાંક્ષાઓ, કલ્પનાઓ વગેરે કયાં હતાં, અને તેની વિરુદ્ધ મોટાંઓ કયાં હતાં ? તે તેને યાદ હતું. બાળકો પ્રત્યે મોટાંઓ