આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪૮
 

૧૪૮ પ્રાથમિક શાળામાં શિક્ષક કેવી ઘૃણા, બેદરકારી, અસહાનુભૂતિ રાખે છે તેનો તેને થયેલો અનુભવ તે ભૂલ્યો ન હતો. બાળકોને શું ગમે છે ને શી શી વસ્તુઓ અને ક્રિયાઓ તેમને મન મહામૂલ્ય છે, તેનું વિસ્મરણ તેને થયું ન હતું. આમ હોવાથી તે મોટી ઉંમરે શિક્ષક તરીકે કામ કરવા લાગ્યો ત્યારે બાળકોને સારી પેઠે સમજી શકતો. તેણે શિક્ષણશાસ્ત્રના વિચારોમાં ઉમેરો નથી કર્યો; તેણે ખાસ નવીન શિક્ષણપદ્ધતિ પણ નથી યોજી, છતાં તેનાં બાળકો તેને બહુ ચાહતાં. તેને દોસ્ત તરીકે સમજી તેના પ્રેમને ઝીલવા તેઓ તેનાથી અળગાં પડતાં જ નહિ. શાળાના વખત પછી પણ શાળામાંથી નહિ ખસનાર બાળકોને તેને પરાણે હાંકી કાઢવા પડતાં. માબાપો સાથે જેમ બાળકો ખેલગેલ કરે તેમ ટૉલ્સટોય સાથે નિશાળિયાઓ કરતા. ટૉલ્સટોય પોતાનાં બાળકોને સોટી અને શિખામણથી વશ નહોતો રાખતો; બાળકો તેને વશ વર્તતાં હતાં. બાળકોના મનોભાવોમાં તે પેસી શકતો, અને તેને તે અચ્છી રીતે પોષતો. આ બધાનું કારણ, ટોલ્સટોય પોતે માનતો હતો તેમ અને આપણે પણ કબૂલ રાખવા જેવું છે તેમ, તેને બાલ્યાવસ્થાની સ્મૃતિ હતી, તે હતું. ઘણું ખરું આપણે બાલ્યાવસ્થાને વિસરી ગયેલા છીએ, એમ આપણને લાગે છે. સાધારણ રીતે નાનપણના બનાવો સંભારવા બેસતાં તે તુરત યાદ આવતા નથી દેખાતા. કેટલાએકને બાલ્યાવસ્થાનો વિચાર કરવો કે તે સંભારવી નિરર્થક એટલું જ નહિ પણ હલકું લાગે છે. પોતાની બાલ્યાવસ્થાની કેટલાએકને પરવા જ જાણે કે ન હોય તેમ તેના તરફ કોઈ-કોઈ જુએ છે. ખરી રીતે જીવનમાં બાલ્યાવસ્થા મહત્ત્વનો કાળ થઈ