આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૪૯ ગયો. એ અવસ્થાના પાયા ઉપર આજનો વર્તમાન ઘડાયો છે, એ પણ અર્ધ સત્ય છે; ખરું અને સંપૂર્ણ સત્ય તો એ છે કે બાલ્યાવસ્થાને જ મોટા પ્રમાણમાં અને સ્વરૂપમાં આજે આપણે આજની અવસ્થા કહીએ છીએ. બાલ્યાવસ્થા આવી, પણ ગઈ નથી; એ આવી, ને સદાના માટે આપણી સાથે રહી. આનો અર્થ એ છે કે બાલ્યાવસ્થાનાં વર્ષોમાં આપણું જે બંધારણ થયું, માનસિક શક્તિઓનો જે ઉઘાડ થયો, ઇંદ્રિયોએ જે વિકાસ સાધ્યો અને સૌથી વધારે તો નૈતિક, લાગણી-વિષયક અને ધાર્મિક વૃત્તિઓ જેવી ઘડાઈ, તેવું જ બધું આજની ઘડી સુધી રહ્યું છે. બાલ્યાવસ્થામાં જ જે મળ્યું યા તો લીધું, તેને આજે આપણે વધારી અથવા ઘટાડી રહ્યા છીએ; દૃઢ અથવા નિર્બળ કરી રહ્યા છીએ; ઓપ આપી રહ્યા છીએ અથવા ઝાંખું કરી રહ્યા છીએ. બાલ્યાવસ્થામાં બી ઊગ્યું, મૂળ નખાયાં, થડ ડાળી અને પાંદડાં આવ્યાં, અને કેવાં ફળ-ફૂલો આવશે તેનો પાયો નખાઈ ગયો; પછીની અવસ્થામાં તો થડ ઊંચું થાય છે, ડાળો મોટી થાય છે, એવાં ને એવાં પાંદડાં વધે છે; તેમ જ માણસ વિષે પણ છે. ટૂંકમાં ૧૦૦ વર્ષ સુધી જીવનારો માણસ જેમ નવ માસમાં ગર્ભમાં રહી બંધાય છે, તેમ જ બાલ્યાવસ્થામાં માણસનું બને છે. માટે જ આજના પોતાને સમજવા માટે, પોતાની શક્તિ ને અશક્તિનાં કારણો જાણવા માટે, પોતાનાં વલણો રૂચિઓ વગેરેનાં બળો શોધવા માટે, બાલ્યાવસ્થાની પાસે જવું જોઈએ. આજના માનસિક રોગોના વૈદો કોઈ પણ માનસિક રોગનું મૂળ બાલ્યાવસ્થાના કાળમાં શોધવા જાય છે, તે ત્યાંથી તે તેમને મળી આવે છે.