આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૫૦
 

૧૫૦ પ્રાથમિક શાળામાં શિક્ષક માણસની અદ્દભુત શક્તિ અને વિચિત્ર નિર્બળતાઓની શરૂઆત કેવી રીતે બાલ્યાવસ્થામાં થઈ તેનો અભ્યાસ આજના ઘણાં શિક્ષણશાસ્ત્રીઓને રસિક થઈ પડયો છે. પાછળની અવસ્થામાં જ્ઞાન વધે છે, બળ વધે છે, વપરાશ વધે છે; પણ તેના ચીલાઓ- તેનાં બીજ તો કયારનાંય પડી ચૂકેલાં હોય છે. આટલી મહત્ત્વની બાલ્યાવસ્થાને અવગણી શકાય નહિ. ઊલટું તેને સંભારી આપણી વર્તમાન અવસ્થાનાં મૂળો આપણે શોધવાં જોઈએ. વળી આપણી બાલ્યાવસ્થાને સંભારી આપણે આજનાં બાળકોની બાલ્યાવસ્થા વિષે આદરભાવ રાખતાં શીખીએ. જે બાલ્યાવસ્થા આપણને અત્યંત પ્રિય હતી તે જ બાલ્યાવસ્થામાંથી પસાર થનાર સૌનું આપણે સન્માન કરીએ. જે બાલ્યાવસ્થા પ્રત્યે આપણે માબાપની અને શિક્ષકની સહાનુભૂતિ, ઉદારતા ને સમજણ માગતાં હતાં, અને તે ન મળતાં આપણે અનેક રીતે હિજરાતાં હતાં, તેની પ્રત્યે આપણે તો યોગ્ય વર્તન રાખતાં શીખીએ, જ ટૉલ્સ્ટૉય જ્યારે મોટો બની જઈ બાળકો તરફ વર્તવા બેસી જતો હશે ત્યારે બાલ્યાવસ્થાની તેની સ્મૃતિ તેની સામે આવતી હશે, અને તે તુરત જ જુદો બની જતો હશે. આપણા શિક્ષકો આપણી બાલ્યાવસ્થાને સંભારીએ, તેમાં આપણા વિકાસનાં-અવિકાસનાં મૂળ શોધીએ, જીવનના ઘડતર માટે બીજાની બાલ્યાવસ્થા કેટલી સંભાળવા જેવી વસ્તુ છે તે સમજીએ, અને આપણી મુશ્કેલીઓ સંભારી અન્યની બાલ્યાવસ્થા પ્રત્યે વિશાળ દિલના રહીએ.