આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૫૨
 

પુનઃ પ્રકાશન વેળાએ...... શ્રી ગિજુભાઈએ દક્ષિણામૂર્તિની ટેકરી ઉપર બાલદેવની આરાધના કરતાં કરતાં શિક્ષણશાસ્ત્રને લગતાં ૧૫ જેટલાં પુસ્તકોનું સર્જન કરેલું. એ પુસ્તકો તેના સર્જન સમય બાદ સિત્તેર વર્ષ જેટલા સમય પછી આજે પણ એટલાં જ પ્રેરણા અને પ્રકાશ આપે છે. ગિજુભાઈની પયગંબરી વાણીના એમાં ચમકારા અનુભવાય છે. ગિજુભાઈનાં એ પુસ્તકો આપણા બાલશિક્ષણ સાહિત્યનો અમર વારસો છે. એ વારસો સચવાય અને વહેંચાય તેવી વ્યવસ્થા બાલશિક્ષણ સાથે સંકળાયેલાં આપણે સૌએ કરવી જોઈએ. ‘નૂતન બાલશિક્ષણ સંઘ, ભાવનગર શાખા’ ગિજુભાઈનાં અપ્રાપ્ય પુસ્તકોના પુનઃ પ્રકાશન માટે સક્રિય છે. આજ સુધીમાં તેમના કેટલાક પુસ્તકોનું પ્રકાશન થઈ ગયુ છે. જેની યાદી આ પુસ્તકમાં આપેલ છે. ગિજુભાઈનાં પુસ્તકો સરળતાથી અને સસ્તામાં પ્રાપ્ય બને તે માટે અમે પ્રયત્નશીલ છીએ. સુજ્ઞ દાતાઓ સહકાર આપી ગિજુભાઈનાં પુસ્તકો શિક્ષકો અને વાલીઓ રાહત દરે મેળવી શકે તેમાં સહાય કરી શકે છે. ગુજરાતના શિક્ષણ વિભાગે આજે ગિજુભાઈની શિક્ષણ પદ્ધતિ સ્વીકારી તેનો અમલ ગુજરાતભરમાં કર્યો છે. ત્યારે ગિજુભાઈનું આ ટૂંકુ જીવન ચરિત્ર ‘મૂછાળી મા’ ગિજુભાઈ વિષે હજી વધારે જાણવાની જિજ્ઞાસા જગાડશે. ૨૦૦૧થી પ્રારંભાયેલી આ પુણ્ય પ્રવૃત્તિમાં સહાય કરનાર દાતાશ્રીઓનો અને આજ સુધી તેમાં રસ સામે દાખવી ઉમદા ભાવના સાથે કાર્યરત રહેનાર સૌ મહાનુભાવોના ઋણ સ્વીકાર કરીએ છીએ. તા.૧૫-૩-૨૦૧૧ - નૂતન બાલશિક્ષણ સંઘ, ભાવનગર શાખા