આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રાથમિક શાળામાં શિક્ષક આદર્શ અત્યારના શિક્ષકોએ શું કરવાનું છે ? ઈ.સ.૧૮૯૮માં ઈટલીના ટૂરીન નામના ગામમાં કેળવણી- શાસ્ત્રીઓની મહાસભા ભરાઈ હતી. ધુરંધર કેળવણીશાસ્ત્રીઓ ત્યાં એકઠા થયા હતા. મહાસભાનો સમારંભ ભારે ધામધૂમથી ચાલી રહ્યો હતો. મહાસભાનો પહેલો દિવસ હતો, અને કેવી રીતે નૈતિક કેળવણી આપવી એ પ્રશ્ન ઉપર ભારે ઊહાપોહ થવાનો હતો. મહાસભાનું કામકાજ શરૂ થતાં જ સભાજનોના કાન ઉપર ભયંકર સમાચાર આવ્યા કે કોઈ એક ઈટાલિયને ઓસ્ટ્રિયાની રાણી ઈલિઝાબેથનું ખૂન કરેલું છે ! ઈટાલિયનને હાથે યૂરપમાં આ ત્રીજું કરપીણ કૃત્ય હતું. છાપાંઓમાં કેળવણીકારો વિરુદ્ધ સખત શબ્દોમાં ટીકા થઈ. આખી પ્રજા થરથરી ઊઠી, અને જે કેળવણીથી આવું ભયંકર પરિણામ આવ્યું તે કેળવણીના પ્રયોજકોને શાપ આપવા લાગી. મહાસભાના સભાસદો ઉપર શરમની કાળી છાયા પથરાઈ ગઈ હતી. તેઓ ભારે ગૂંચવણમાં પડયા હતા. એ વખતે આખી મહાસભામાં નીરવ શાંતિ હતી. કેવી રીતે નૈતિક કેળવણી આપવી એ વિષય ઉપર બેન્સીવેનીએ અતિ ગંભીર અને સુંદર વ્યાખ્યાન આપ્યું; તેના પછી ડૉ. મોન્ટેસોરીએ વ્યાખ્યાન આપ્યુ. એ વ્યાખ્યાન દરમિયાન