આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
 

૨ પ્રાથમિક શાળામાં શિક્ષક તેમણે કહ્યું : ‘‘જો આપણે લક્ષ્યમાં ન રાખીએ કે કેટલીક એવી વ્યક્તિઓ છે કે જે ભયંકરમાં ભયંકર અત્યાચારો કરવા સમર્થ છે, અને તે જ વ્યક્તિઓ શાળાના શિક્ષણમાંથી પસાર થયા છતાં તેવી ને તેવી જ રહી છે, તો નીતિનું શિક્ષણ આપીને આપણે કદી માણસોને નીતિમય બનાવી શકવાનાં નથી. કેટલાંએક બાળકો એવાં છે કે જેઓ ઠપકાને નહિ ગણકારતાં વર્ણવ્યવસ્થા અન નિયમનના દોરને ઊંધા વાળી દે છે. આખરે આવાં છોકરાઓને નિશાળમાંથી રૂખસદ આપવામાં આવે છે. આ બાળકો મોટાં થતાં સમાજના મોટા દુશ્મનો થઈ પડે છે. અને લોકોમાં ભારે ત્રાસ વર્તાવે છે. જો આપણું શિક્ષણ, આપણો નીતિ-બોધ આવાં બાળકોને પહોંચી શકતો ન હોય તો આપણા નીતિબોધનો અર્થ કંઈ છે જ નહિ. સારાં બાળકો માટે તો નીતિબોધના શિક્ષણનો કંઈ અર્થ જ નથી, તેમ તેની આવશ્યકતા પણ નથી. શાળાનો પ્રદેશ એકલાં ડાહ્યાં, સારાં અને બુદ્ધિશાળી બાળકો માટે નથી પરંતુ બધી જાતનાં બાળકો માટે છે. ભવિષ્યમાં ચોર, લૂંટારા અને ખૂની થનારાં બાળકો પણ તેમાં આવી જાય છે.’’ આ વ્યાખ્યાનથી કેળવણીની દુનિયામાં નવીન પ્રકાશ પડયો. તે દિવસથી ખાસ કરીને કેળવણીના ક્ષેત્રમાં વિજ્ઞાનની દૃષ્ટિએ પ્રવેશ કર્યો છે, અને ત્યારથી આખી દુનિયાની કેળવણીના આદર્શોમાં અને વ્યવહારમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. એ ઘડીથી કેળવણીમાં નવયુગ પ્રવર્તો છે. આ નવયુગના આદર્શો મુખ્યતઃ કયા છે ? અને એ સંબંધે અત્યારના શિક્ષકોની શી ફરજ છે ? તેનો અહીં ટૂંકો ઉલ્લેખ કરીએ.