આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
 

પ્રાથમિક શાળામાં શિક્ષક (૧) જે કારણથી શાળામાં અપાતી બૌદ્ધિક કેળવણીથી આપણને હૃદયબળ નથી મળી શકતું, જે કારણથી ધાર્મિક કેળવણી લીધા છતાં આપણામાં ધાર્મિક સંકુચિતતા રહી છે, જે કારણથી આપણામાં માણસ માણસ વચ્ચે, ધર્મ ધર્મ વચ્ચે, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે અને દેશના વિભાગો વચ્ચે અભેદ્ય ભેદો ઉત્પન્ન થાય છે, તે કારણ એટલે રૂઢિબંધનને કેવી રીતે તોડવું એ પ્રશ્ન આજની કેળવણી સમક્ષ છે. કેળવણી આપનારાઓ સમાજના નેતાઓ છે; તેઓ સમાજના સ્મૃતિકારો છે; તેમના હાથમાં સમાજનો જીવનદોર છે; અને તેમને હાથે સમાજનું કલ્યાણકાર્ય છે. તેઓએ સમાજને તેની જડતામાંથી મુકત કરવાનો છે. સમાજ આજે અંધારાના ઊંડા કૂવામાં સડે છે તેમાંથી તેને બહાર કાઢી, તેને સ્વચ્છ કરી તેનું કલ્યાણ કરવું એ કેળવણીકારોનો પરમ ધર્મ છે. સમાજ આજે મલિનતાનો ભોગ થઈ પડેલ છે : સમાજે આજે વિવેકની મર્યાદા તોડી નાખી છે. આ સમાજને મલિનતામાંથી અને વિવેકભ્રષ્ટતામાંથી બચાવી લેવાનું પુણ્યકાર્ય કેળવણીકારોનું છે. આથી જ આજે અસ્પૃશ્યતાનું સામાજિક પાપ દૂર કરવા અને સમાજને નિર્મળ કરવા સમાજના નેતાઓ-કેળવણીકારોએ મોખરે આવવાનું છે. કેળવણીકારોની પ્રથમ ફરજ કેળવણીની એવી ઘટના કરવામાં છે કે જેથી આપણામાંથી અસ્પૃશ્યતાનું ભૂત દૂર થાય. કેળવણી આપતી શાળાઓનું પહેલું સૂત્ર એ થઈ રહેવું જોઈએ