આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
 

૪ પ્રાથમિક શાળામાં શિક્ષક કે ‘કેળવણીના દ્વારો હરેક મનુષ્ય માટે સમાન હક્કે ખુલ્લાં છે.’ જો કેળવણીનાં દ્વારો પ્રજાના થોડા ભાગ માટે પણ બંધ રાખવામાં આવે તો કેળવણી વાંઝણી રહે-તો કેળવણીનો મુખ્ય ઉદેશ જે ‘મનુષ્યજીવનનો સર્વાંગ સુંદર વિકાસ અને તે વડે અધ્યાત્મ દેહની પ્રાપ્તિ,' તે નિષ્ફળ જાય ! બંધુભાવનો પ્રથમ પાઠ તો શાળામાંથી જ મળવો જોઈએ; અને તે સંકુચિત કે વિકૃત ભાવનાવાળો નહિ પણ અતિ ઉદાર અને સુરૂપ ભાવનાવાળો જોઈએ. કેળવણીકારોએ શિક્ષણનો ક્રમ એવો જ ઘડવો જોઈએ કે આજે શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનો સમૂહ અસ્પૃશ્યતાની પાપરૂઢિમાંથી આપોઆપ જ છૂટી જાય. વિદ્યાર્થીઓનું જીવન મોટે ભાગે શાળાઓમાં અને તેને લગતાં છાત્રાલયોમાં ઘડાય છે. આ સ્થળો લોકરૂઢિને ફેરવવાનાં, નવી રૂઢિ કે નવા વિચારોનાં બીજો રોપવાનાં અને નવી કલ્પના આપવાનાં પ્રબળ સાધનો છે. શાળાઓ વિના લોકોને ચાલે તેમ નથી; અને શાળાઓનો દોર કેળવણી આપનારાઓના હાથમાં છે. આથી શિક્ષણશાસ્ત્રીઓએ તમામ સુધારાનું, તમામ નૂતન ભાવનાનાં બીજારોપણનું કાર્યસ્થાન શાળાને બનાવી મૂકવું જોઈએ. ભવિષ્યની પ્રજા આપણી શાળાઓમાં તૈયાર થાય છે. તેને જો શાળાઓ નવા આદર્શોથી રંગી દે, તેનામાં જો નવજીવનના વ્હિારો ભરી દે, તો આવતી કાલનો સૂર્ય અતિ તેજસ્વી ઊગવાનો. શાળાના વ્યવહારની સર્વી ગોઠવણ એવી થવી જોઈએ કે ઊછરતી પ્રજા ઉપર નવીન વિચારો અને આદર્શોની સજ્જડ છાપ પડે, અને દેશનું ભાવિ ઉજ્જવલ થાય.