આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
 

પ્રાથમિક શાળામાં શિક્ષક આ યુગની તૈયારી કેળવણીકારોએ આજથી જ કરવાની છે. આજે જ તમામ શાળાઓમાં ઉદ્યોગનું શિક્ષણ દાખલ કરી દેવું જોઈએ. સર્વ વિદ્યાર્થીઓને શાળાનાં તમામ કાર્યોમાં રસ લેતા અને ભાગ લેતા કરી દેવા જોઈએ. આજથી જ દરેક બાળકને આમરણાન્ત કામના ગૌરવના પાઠો ભણાવવા જોઈએ, અને કામ કરવાને માટે બાળક તૈયાર થાય તે માટે તેની શક્તિનો વિકાસ કરવાનું કાર્ય શરૂ કરી દેવું જોઈએ. શિક્ષણ-પદ્ધતિમાં એવા ફેરફારો કરી નાખવા જોઈએ કે જેને પરિણામે બાળક સ્વાવલંબી, સ્વતંત્ર અને ભવિષ્યની પ્રજાનું અંગ બની રહે. બુદ્ધિબળ તો માત્ર લોકકલ્યાણ માટે જ વપરાય; શરીરબળ જ પેટ ભરવા માટે ઉપયોગમાં લેવાય, એ ભાવના ભાવિ યુગની છે. બુદ્ધિબળની કિંમત ન લેવાય, તે કેવળ પરમાર્થે જ વપરાય; શરીરથી જ શરીરને પોષવું અને પાળવું એ આદર્શ આગામી કાળનો છે. આ ભાવના આદર્શ વિનાના માણસોમાં નભી નહિ શકે, ટકી નહિ શકે એ ચોક્કસ છે. માટે આજથી જ એ કાળને ઝીલવાની તૈયારી કરવાની કેળવણીકારોની મહાન ફરજ છે. (૩) આજની દુનિયાનો તડફડાટ પૈસા પાછળ છે. ‘‘પૈસા એ જ પ્રભુ’’ એ આપણી આલમનું જીવનસૂત્ર થઈ પડયું છે. પૈસા માટે આજે મનુષ્ય માત્ર અનેકવિધ પ્રવૃત્તિ કરી રહેલ છે. પૈસા માટે માણસ પોતાનું સર્વસ્વ ખોઈ નાખવા તૈયાર છે. પૈસા મેળવવાની પ્રવૃત્તિમાં માણસ માણસ મટી યંત્ર બની ગયો છે. સવારથી સાંજ સુધી એ એક જ વાતનું ધ્યાન માણસને રોકી