આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
 

૮ પ્રાથમિક શાળામાં શિક્ષક રાખે છે. માણસનાં સ્વપ્નાં પણ પૈસાનાં જ છે. માણસને ખરો આરામ, ખરી શાંતિ દિવસ કે રાતનાં એકાદ ક્ષણ પણ ભાગ્યે જ મળે છે ! ‘‘દોડો દોડો; પૈસા પાછળ દોડો ! એ સ્થિતિ ગામડામાં અને શહેરોમાં, આ દેશમાં અને બીજા દેશોમાં બધે સરખી જ છે. આવી સ્થિતિ નથી ત્યાં પણ લક્ષ્મીપૂજકો પહોંચી જાય છે. અને લોકોના શાંતિ અને સુખમાં વિક્ષેપ નાખી એમને અસુખી અને બેચેન બનાવી મૂકે છે. આ બધાનું કારણ અત્યાર સુધીની કેળવણીનું ધોરણ છે. આપણી કેળવણીમાં આધ્યાત્મિક કેળવણીને સ્થાન નથી જ; અથવા અતિ અલ્પ સ્થાન છે. આખું તંત્ર આધિભૌતિક દૃષ્ટિએ રચાયેલું છે. માણસ સ્વાર્થી બને, માણસમાં અહંતા વધે, અહંતાના સાંત્વનાર્થે માણસ ગમે તેટલી મહેનત ઉઠાવે પણ પરમાર્થે એક આંગળી પણ ઊંચી ન કરે, સ્પર્ધા વિના મનુષ્યના જીવનમાંથી મીઠાશ ઉડી જાય, પોતાના માટે જ જીવન જિવાય અને વિલાસ અને આરામના આદર્શો જ પ્રિય લાગે; એ બધું અત્યારે અપાતી અને અત્યાર સુધી અપાયેલી કેળવણીને કારણે જ છે. એક તરફ્થી ગુરૂપરંપરાની પદ્ધતિ બંધ થતી આવી; આદર્શ રૂપ શિક્ષકો મળતા બંધ થયા. બીજી તરફથી જીવનને કેળવણીથી જુદું પાડી નાખવામાં આવ્યું; અને કેળવણીથી જીવન માટેની જે તૈયારી થવી જોઈએ તે તૈયારીનાં આધાર-રૂપ ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક જીવનનો લોપ થયો. અને ત્રીજી તરફથી માર્ક આપવાની, ઇનામ આપવાની, નંબર ચડાવવાની અને મનુષ્યને સ્પર્ધાવાળો બનાવવાની વગેરે