આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
 

પ્રાથમિક શાળામાં શિક્ષક કુરીતિઓ શાળામાં દાખલ થઈ. તેથી માણસ સ્વાર્થી, સ્પર્ધાળુ, આળસુ અને આરામપ્રિય તથા ધર્મરહિત થઈ ગયો. આથી જ અત્યારે સર્વત્ર લક્ષ્મીપૂજન ચાલી રહ્યું છે. જીવનનો ઉદ્દેશ દ્રવ્યપ્રાપ્તિ થઈ રહેલ છે. અત્યારના કેળવણીકારોએ ધાર્મિક જીવનને, ગુરુપરંપરાને, અને આદર્શજીવી શિક્ષકોને કેળવણીના ક્ષેત્રમાં અગ્રસ્થાને મૂકી દેવાના છે. તેમણે શાળાઓમાં સ્પર્ધા ઉત્પન્ન થાય તેવી તમામ જાતની રીતિઓ નાબૂદ કરવાની છે, લાલચ અને લોભ તરફ માણસનું મન વળે તેવી જાતની જે જે પદ્ધતિઓ હોય તેને દૂર કરવાની છે. મનુષ્યજીવનનો હેતુ આધ્યાત્મિક સુખ છે; એ સિદ્ધ કરવા માટે જ કેળવણીની યોજના છે. આજની કેળવણીમાંથી એવું બધુંય એકદમ કાઢી નાખવું જોઈએ, કે જે-જે ઉકત ધ્યેયનું વિરોધી હોય. (૪) જ્યાં સુધી દુનિયા ઉપર દવાખાનાંઓ છે, કેદખાનાંઓ છે અને દીવાનખાનાંઓ છે, ત્યાં સુધી કેળવણીની દિશામાં કાંઈ જ નથી થયું એમ કહેવામાં કશો વાંધો નથી. શાળાઓમાં સંપૂર્ણ શરીરવિકાસ ન થાય, શાળાઓ માણસની નૈતિક અને શારીરિક નિર્બળતાઓ કાઢી નાખે નહિ, અને શાળાઓ માણસજાતમાં જે જે કારણોથી ગાંડપણ આવે છે તે તે કારણો નિર્મૂળ કરે નહિ, ત્યાં સુધી શાળાઓ શાળાઓના નામને પાત્ર નથી. માત્ર ગણિત, ભૂગોળ કે ઇતિહાસ જેવા વિષયો ભણાવનારી શાળાઓ ખરી રીતે શાળાઓ નથી. એવું ભણતર તો માણસ ગમે તે સ્થળે મેળવી શકે. એવા ભણતરથી માણસ જાતનું ખરું કલ્યાણ નથી. એવા