આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ભણતરથી જેલખાનાંઓ, દવાખાનાઓ અને ગાંડાખાનાંઓ કદી બંધ થવાનાં નથી. એવું ભણતર આપનારી શાળાઓ દેખીતી રીતે જ ડાહ્યાં છોકરાઓને માટે છે. મૂર્ખ છોકરાંઓને આજની શાળા ભણાવી શકતી નથી; ચોર અને ખૂની થનાર છોકરાંઓને તે કાઢી મૂકે છે; માંદા છોકરાંઓ તો શાળામાં જ તૈયાર થાય છે ! શાળાઓના પ્રયાસોથી જ દવાખાનાઓ બંધ થવાં જોઈએ. અત્યારની શાળાઓમાં આરોગ્યની દૃષ્ટિએ ભારે મોટા ફેરફારો થવા જોઈએ. શાળાનાં મકાનો એકદમ શહેરની બહાર ખુલ્લી હવામાં જોઈએ. એમ ન બને તો ગામમાં સ્વચ્છ લત્તામાં મોકળાશમાં મકાન જોઈએ. દરેક મકાનમાં હવા અને પ્રકાશ પુષ્કળ જોઈએ. શાળાની આસપાસની જગ્યા એવી જોઈએ કે જે શાળાના શાંત અને પોષક વાતાવરણને મદદગાર થાય. શાળાની બાજુમાં ગંદકી ન જોઈએ. ૧૦ શાળાનું મકાન ગાડીઓ, ઘોડા, ટ્રામ અને મોટરોના ઘોંઘાટોથી પૂરેપૂરું દૂર જોઈએ. શાળા સ્વચ્છતાનું મંદિર જોઈએ. આખું મકાન ઝાપટેલું. ધૂળ અને બાવાં વગરનું જોઈએ. જેની જમીન સ્વચ્છ જોઈએ. કયાંયે ધૂળ દેખાવી ન જોઈએ. અત્યારની ઘણી શાળાઓમાં અસહ્ય ગંદકી હોય છે; હવા, પ્રકાશ અને સ્વચ્છતાના અભાવના કારણથી અનેક બાળકો ટૂંકી નજરવાળાં, ક્ષયરોગી અને નબળાં થાય છે એવો ડૉકટરોનો મત છે. શાળાનું ઉપસ્કર અત્યારે જે જાતનું છે તે અત્યંત ખરાબ છે. બાંકડા અને તેની ઉપર નક્કી કરેલી જગ્યાઓ બાળકોની કરોડરજ્જુઓની દુશ્મન છે. બાંક્ડા ઉપર ચોક્કસ કરેલ જગ્યાએ બાળકોને કલાકો