આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૧ સુધી બેઠાં-બેઠાં કામ કરવું પડે છે તેથી બાળક કંતાઈ જાય છે, તેની કરોડ વળી જાય છે અને અવયવોને પક્ષઘાત જેવું થાય છે. પહેલી જ તકે શાળાઓમાંથી આવું ઉપસ્કર દૂર કરવું જોઈએ. બાંકડા ને બદલે વર્ગમાં બાળકો જાતે ફેરવી શકે તેવાં હલકાં મે મૂકવાં જોઈએ, અને બાળકો પોતાની ઇચ્છાનુસાર તેને ફેરવીને મરજીમાં આવે ત્યાં બેસીને પોતાનો અભ્યાસ કર્યા કરે એ ભાવનાનો અમલ થવો જોઈએ. પ્રત્યેક બાળકને મેજ ઉપરાંત એક આસન મળવું જોઈએ. પોતાનું આસન લઈ બાળક ગમે ત્યાં બેસી ગમે તે સાથે ભળી પોતાનો વિકાસ શોધી લે તેવી ગોઠવણ થવી જોઈએ. ખરી રીતે આજના બાંકડા વગેરે વર્ગશિક્ષણ એટલે કે સમૂહશિક્ષણને કારણે છે. જો વ્યક્તિશિક્ષણ-પદ્ધતિને દાખલ કરવામાં આવે તો ઉપસ્કરની બાબતમાં કેટલોક સુધારો આપોઆપ થઈ જાય. બાળકોનો પહેરવેશ કેવો અને કેટલો હોવો જોઈએ એનો નિર્ણય શાળાએ જ કરી નાખવો જોઈએ. પહેરવામાં બાળકને બીજાની મદદ લેવી પડે તેવાં અથવા હાજતો કરતી વખતે કે કાઢતી વખતે બાળક સહેલાઈથી પોતાની જાતે જ કાઢી નાખી ન શકે તેવાં કપડાં તરત જ દૂર થવાં જોઈએ. તમામ કપડાંનાં બટનો મોઢા આગળથી જ જોઈએ. વાંસા ઉપર બટન આવે તેવાં કપડાં, પટ્ટાવાળાં કપડાં, સળંગ કોટપાટલૂનો વગેરે બાળકોને માટે ઘણાં જ ખરાબ છે. આવા કપડાં શરીરશાસ્ત્રીની અને સગવડની દષ્ટિએ ત્યાજ્ય છે. અત્યારે તો બાળકો ઋતુને અનુકૂળ કપડાં પહેરે છે કે નહિ, સ્વચ્છ કપડાં પહેરે છે કે નહિ, જરૂર જેટલાં કપડાં પહેરે