આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨
 

૧૨ પ્રાથમિક શાળામાં શિક્ષક છે કે નહિ, બાળક જાતે જ પહેરી કાઢી શકે તેવાં કપડાં તે પહેરે છે કે નહિ, તેનો જ વિચાર માતાપિતાએ તેમ જ શાળાઓએ કરવાનો છે. શાળાઓએ માબાપો સાથે લડવું પડશે. અત્યારે પહેરવાનાં કપડાં બાળકોને કેટલાં બધાં નુકસાનકારક છે તે માબાપોને સમજાવવું જોઈએ. ગંદા અને મેલાં કપડાંમાં વ્યાધિ રહે છે તે માબાપોને ગળે ઉતારવું જોઈએ. નિશાળોમાં માબાપોને લઈ જઈ આજની શાળામાં કેવાં કેવાં મેલાં છોકરાં ભેગાં થાય છે તે તરફ તેમનું ધ્યાન ખેંચવું જોઈએ. તેમને વારંવાર ઉપદેશ કરીને બરાબર સમજાવી દેવું જોઈએ કે તેમણે બાળકોને ગંધાતાં કપડાં પહેરાવવા નહિ, તેમનાં કપડાં ફાટેલાં રખાય નહિ, તેમનાથી નકામાં અને વધારે પડતાં કપડાં બાળકોનાં કુમળાં શરીરો પર લદાય નહિ. આવી નાની દેખાતી બાબતો કેટલું બધું ભયંકર નુકસાન કરે છે તે જો બરાબર ગળે ઉતરવાનું કામ શાળા ઉઠાવે નહિ તો આજનાં બાળકો અને ભાવિ પ્રજા રોગોના ઉપદ્રવમાંથી મુક્ત થાય જ નહિ; અને ત્યાં સુધી દવાખાનાંઓ અટકે નહિ. જેમ શરીરના રોગોને લીધે ઠામઠામ દવાખાનાંઓ થઈ ગયાં છે, તેમ જ મગજ કે મનના રોગોને લીધે ઠામઠામ જેલખાનાંઓ છે. જો મનમા રોગો અને મગજના રોગો મટાડવાનું કામ પણ શાળાઓ હાથમાં લે તો થોડા જ વખતમાં આજની વધી પડેલી જેલો બંધ થાય. આજના કેળવણીકારો એ કરવાનું છે કે જેથી સઘળાં જેલખાનાંઓ શાળાઓ બની જાય, અને કેદીઓને બદલે ભવિષ્યના સારા અને ઉપયોગી શહેરીઓ બની રહે ! આપણી