આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૩ શાળાઓ કેટલે અંશે આજની જેલોની કારણભૂત છે તે આપણે જાણી લેવું જોઈએ. ડૉ. મૉન્ટેસોરી કહે છે કે ‘‘વસ્તુતઃ આપણે આપણી માન્યતાઓ બાળકો ઉપર લાદવા માટે ઇનામ અને શિક્ષા જેવાં દમનનાં સાધનો વાપરીએ છીએ. બાળકોને મન આ સ્થિતિ પોતાને માટેની જેલની શિક્ષા રૂપ છે ! બાળકની પહેલી જેલ શાળા છે. શાળામાં તેને કેદી તરીકે શિક્ષાના અમલ તળે રાખવામાં આવે છે. જ્યાં સુધી શાળામાંથી શિક્ષા નાબૂદ ન થાય અને જ્યાં સુધી બાળકોના માનસિક રોગોને દાક્તરી દષ્ટિએ દૂર કરવા શાસ્ત્રીય પ્રયોગો ન થાય, ત્યાં સુધી શાળાઓ જેલખાનાં જ રહેવાની. તેઓ સરકારી જેલખાનાં માટે કેદીઓ જ તૈયાર કરવાની. સારાં બાળકોને માટે શાળા કશું જ કરતી નથી. તેમને માટે શાળા નથી એમ કહીએ તો પણ ચાલે ! શાળાનું પ્રયોજન આવાં નબળાં બાળકોને માટે છે, અને તેમને જ સારાં શહેરી બનાવવામાં શાળાની ખરી કસોટી છે. શિક્ષાના દોર પર અત્યાર સુધીની શિક્ષણપદ્ધતિ રચાયેલી છે. શિક્ષાના દબાણમાં બાળકની શક્તિઓ ગૂંગળાઈ જાય છે; ઉલટું ગુન્હો કરવાની વૃત્તિ ઊભી થાય છે. શિક્ષાના ભયને લીધે ગુન્હો કરવાની વૃત્તિ છૂપાયેલી રહે છે, પણ તે મૂળમાંથી જતી નથી અને બાળકને શાળામાં કશો લાભ થતો નથી. ઘણી વાર એવું બને છે કે બાળકો માંદાં હોય છે તે આપણને કદી ન સુધરે એવાં લાગી જાય છે; એમને પણ આપણે શિક્ષાની જ દવા કરીએ છીએ. કેટલાંએક બાળકો ઘરના વાતાવરણને લીધે કે આનુવંશિક