આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪
 

૧૪ સંસ્કારોને લીધે રસ્તા બહાર લાગે છે; તેમને પણ એ એકનો એક જ ઉપચાર કરીએ છીએ. તોફાની છોકરાઓ તો શિક્ષા માટે જ સરજાયાં હોય એમ આપણે માની લીધું છે. પણ ‘‘જેને આપણે બાળકના તોફાનને નામે ઓળખીએ છીએ તે ઘણીવાર તો આપણી કેળવણીની રીતિનો સામેનો તેમનો વ્યક્તિગત બળવો જ હોય છે.’’ ગુન્હો કરવાની વૃત્તિ શિક્ષાથી કદી રોકી શકાતી નથી. ફોજદારી કાયદાની નિષ્ફળતા આ વાતની સાક્ષી પૂરે છે. માનસિક રોગોનો ઉપાય કદી શારીરિક બળ વાપરવાથી થાય જ નહિ; એનો ઉપાય કેળવણીમાં છે એમ ઈટલીનાં પ્રખ્યાત ડૉ. મૉન્ટેસૉરીનું કહેવું છે, અને તે યથાર્થ જ છે. ‘‘આવા રોગોનો ઉપાય દરેક વખતે કેળવણી એ જ છે. આપણે શિક્ષાનો તો સદંતર નાશ જ કરવો જોઈએ !’’