આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૫ શિક્ષક : એક જ્ઞાતિ શિક્ષક ભાઈઓ ! હું એક બાબત આપના મન ઉપર ઠસાવવા માગું છું, અને તે એ છે કે આપણી શિક્ષકોની એક નવી જ જ્ઞાતિ આ યુગમાં થતી આવે છે, આ જ્ઞાતિ ભાવિ યુગની છે, છતાં આજે તેઓ બીજાંકુર થઈ ચૂકયો છે. આ વાત આપણા લક્ષમાંથી કદી પણ સરી જવી જોઈએ નહિ. આપણે ભલે બ્રાહ્મણ હોઈએ, ક્ષત્રિય હોઈએ, વૈશ્ય હોઈએ, શૂદ્ર હોઈએ કે અસ્પૃશ્ય જ્ઞાતિના હોઈએ, છતાં આપણે ભૂલવું ન જોઈએ કે આપણે શિક્ષક જ્ઞાતિના છીએ. ભોજનવ્યવહાર આપણે ભલે સંકુચિત કે મર્યાદિત જનસમુદાય સાથે કરતા હોઈએ. છતાં આપણે અવશ્ય યાદ રાખવું જોઈએ કે શિક્ષકજ્ઞાતિ એ એક જ જ્ઞાતિ આપણને સંગઠિત રાખનાર જ્ઞાતિ છે. ભલે અત્યારે પુત્રપુત્રીઓને વરાવવાનું કાર્ય અમુક નિર્મિત જનસમુદાયના ભાગમાં જ કરતાં હોઈએ; છતાં આપણા લક્ષની બહાર ન જવું જોઈએ કે આપણી એટલે શિક્ષકોની જ્ઞાતિની ઉન્નતિમાં એવો વ્યવહાર રોધક ન થવો જોઈએ. બધી જ્ઞાતિઓથી આપણી જ્ઞાતિ અલગ છે અને સ્વતંત્ર છે. આટલી બધી જ્ઞાતિઓ હોવા છતાં આપણી જ્ઞાતિનો વધારો સમાજને બહુ ભય રૂપ નહિ જ થાય. આપણું અસ્તિત્વ જ સમાજના ઉદ્ધારાર્થે છે. પ્રત્યેક જ્ઞાતિને જ્ઞાતિધર્મ હોય છે, તેમ જ આપણી જ્ઞાતિ પણ જ્ઞાતિધર્મ હોવો જોઈએ. બ્રાહ્મણાદિ જ્ઞાતિઓમાં ભિન્ન ભિન્ન આચારો વિદિત છે, તેમ આપણે માટે પણ છે. આ જ્ઞાતિની આજે ઝાંખી શરૂઆત છે. આજે એ બાલ-સ્વરૂપમાં છે. તેનો માત્ર