આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૬
 

૧૬ પ્રાથમિક શાળામાં શિક્ષક બીજાંકુર જ થયો છે. પણ અલ્પ કાળમાં આપણી જ્ઞાતિ એટલી તો વિશાળ થરો કે જેની કલ્પના પણ આજે આપી શકાય નહિ. અન્ય જ્ઞાતિઓનાં બંધનો આ નવી જ્ઞાતિ પૂરાં તોડી નાખશે નહિ, પણ પોતાનું વર્તુલ એટલું બધું વધારશે કે તેમાં અન્ય જ્ઞાતિઓ સહેજ સમાઈ જશે. આ આપણી જ્ઞાતિની અને તેના ભાવિની કલ્પના છે. અને આ જ્ઞાતિના તમે સભ્ય છો. આપણી નવીન જ્ઞાતિના અંગભૂતોના શા શા ધર્મો છે તે આપણે સ્પષ્ટ પણે જાણી લેવું જોઈએ. આ ધર્મપાલનમાં શૂર હોય તે જ આમાં રહે અને બીજાં ખુશીથી આનો ત્યાગ કરે. કાયરનું કામ આ જ્ઞાતિમાં રહેવાનું નથી. આ જ્ઞાતિ ચારે જ્ઞાતિઓના મુકુટ-રૂપ છે. અધ્યયન- અધ્યાપનના કાર્યમાં આ જ્ઞાતિના ધર્મની પરિસમાપ્તિ થતી નથી; શિક્ષણની મહાન સંસ્થાઓ બાંધવી અને તેની વ્યવસ્થા કરવી એ આ જ્ઞાતિનું વૈશ્ય કાર્ય છે; સમાજ અને રાજનાં આક્રમણોથી સ્વતંત્ર રહી શિક્ષણનું કાર્ય નિર્ભયપણે ચલાવવું તેમાં આ જ્ઞાતિની ક્ષત્રવૃત્તિ સમાયેલી છે; કોઢિયાં, આંધળાં અને લૂલાં લંગડાંથી માંડીને છેક ઉચ્ચ કોટિનાં બાળકોની ઉન્નતિ અર્થે જ જીવન વ્યતીત કરવું એમાં આ જ્ઞાતિની સેવાબુદ્ધિ છે; અને અધ્યયન અને અધ્યાપનનું કાર્ય કરવું એમાં આ જ્ઞાતિની બ્રાહ્મણવૃત્તિ છે. આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એકી સાથે છીએ અને તેથી એ ચારે વર્ણોના પરમ ધર્મો આપણા ધર્મો છે. બ્રાહ્મણોનો ભણવા-ભણાવવાનો ધર્મ, વૈશ્યનો રિદ્ધિસિદ્ધિવૃદ્ધિ ધર્મ, ક્ષત્રિયોનો સંરક્ષણધર્મ અને શુદ્રનો સેવાધર્મ;