આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૮
 

૧૮ પ્રાથમિક શાળામાં શિક્ષક (૧) ત્યારે આપણી જ્ઞાતિના સભાસદોનું પહેલું કર્તવ્ય સેવાભાવના થયું. સેવાભાવવાળો શિક્ષક તો પ્રત્યક્ષ રીતે આજે જેઓ અધઃપતનને પામેલા છે. તેવાઓની સેવા કરે; અને વળી કેળવણીના પ્રદેશમાં જે બાળકોમાં સેવાભાવના ઉગ્ર હોય તેમનામાં સેવાભાવની વૃત્તિ પોષે, તેની અભિવૃદ્ધિ કરે. અત્યારનું કહેવાતું શિક્ષણ તેને માટે અલ્પ ઉપયોગી ગણે. આ વૃત્તિનો આજના શિક્ષકોમાં અભાવ હોવાથી જ સમાજમાં આજે આપણે સાચા સેવકોની સંખ્યા ઘણી જ ઓછી જોઈએ છીએ. આજના શિક્ષકોને હાથે શાળાઓમાં સેવાભાવનાનું પોષણ નથી થતું આજનો શિક્ષક સેવાભાવવૃત્તિની જાગૃતિને, તેના સ્ફુરણને શિક્ષણ આપવાને બહાને રોકે છે, ગૂંગળાવે છે, દાબી દે છે; એ સેવાભાવવૃત્તિને ગતિ આપી શકતો નથી. એવી વૃત્તિ તેના શિક્ષણના કાર્યમાં બાધા રૂપ લાગે છે. ચાલતા વર્ગમાં એક બાળક પડી જાય અને બીજું બાળક પ્રેમથી તેને મદદ કરવા દોડે, તો વ્યવસ્થાનો ભંગ થવાને કારણે શિક્ષક તેની રૂકાવટ કરે છે. બાળકની સેવાભાવવૃત્તિનું ઝરણ ત્યાં જ અટકી પડે છે, બલકે સુકાઈ જાય છે. આપણી સેવાભાવવૃત્તિ બાળકોને સેવાભાવવાળાં બનાવે ત્યારે જ સાચી ગણાય; અને તે ત્યારે જ બને કે જ્યારે આપણે પોતે જ સેવાભાવવાળા હોઈએ. જીવનનું, શાળાનું અને અભ્યાસનું એવું તંત્ર આપણે રચવું જોઈએ કે જેથી અહર્નિશ સેવાભાવના કેળવાય. આને પરિણામે આપણે મન ગરીબ અને તવંગર, નિર્બળ અને