આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૯ સબળ, મંદ અને બુદ્ધિશાળી, સ્પૃશ્ય અને અસ્પૃશ્ય; બધાં બાળકો સરખાં જ રહે. આ વૃત્તિ કેળવાતાં ખાનગી ટ્યુશનો નાશ પામશે. પૈસાદારોનાં ખાનગી સાહસોને બદલે આંધળાં લૂલાં, લંગડાં અને મંદબુદ્ધિવાળાં બાળકોની નિશાળો ઊભરાઈ જશે. શાળામાં ઊંચ, નીચ, સ્પૃશ્ય, અસ્પૃશ્ય જેવો ભેદ રહેશે નહિ. શિક્ષણમાં સેવાવૃત્તિ એટલે ખુશામદ નથી. બાળકોને સમજાવી, ફોસલાવી-પટાવી ભણાવાની યોજના એ સેવાવૃત્તિનું પરિણામ નથી. એ તો ગુલામવૃત્તિનું પરિણામ છે. શિક્ષકે તો સેવક બનવાનું છે, ગુલામ નહિ. અગાઉ શિક્ષક ગુલામોના સરદાર જેવો હતો; વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ શેઠ અને ગુલામ જેવો રહેતો. એને બદલે શિક્ષકે એકાએક ગુલામ બની વિદ્યાર્થીઓને શેઠ બનાવી દેવાના નથી. પણ મિત્રભાવે દષ્ટા રૂપે રહી શિષ્યને ગતિ આપવામાં ખરી સેવા રહેલી છે. 200 (૨) શિક્ષકનો બીજો અગત્યનો ધર્મ તે ક્ષાત્ર ધર્મ છે. ક્ષત્રિયોનું કર્તવ્ય જાતે નીડર રહી નીડરતાનું સામ્રાજ્ય સ્થાપવાનું છે. કેળવણીનું કાર્ય સદૈવ સમાજ અને રાજના દબાણથી મુક્ત રહેવું જોઈએ. કેળવણીકારો અને કેળવણીનો સંસ્થાઓ નિરંતર સ્વતંત્ર હોવાં જોઈએ. આ સ્વાતંત્ર્ય સ્થાપવાનું કાર્ય ક્ષત્રિય શિક્ષકોનું છે. સીધી રીતે શિક્ષક સમાજસુધારણા કે રાજકીય હિલચાલમાં ન પડે; પરંતુ શિક્ષક સામાજિક અને રાજકીય અનિષ્ટ આદર્શોથી દૂ રહે, અને એમ કરતાં શિક્ષકને સમાજ સામે કે રાજ સામે થવું પડે