આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૨૦
 

૨૦ પ્રાથમિક શાળામાં શિક્ષક તો તે તેમ પણ કરે. સમાજને અને રાજ્યને અનુકૂળ રહીને જ શિક્ષણનું કાર્ય કરવું જોઈએ એમ માનનારો ખરો શિક્ષક નથી. શિક્ષણકાર્યમાં આડે આવતા સમાજ કે રાજની સામે તે ઘડી વાર તો શિક્ષણકાર્યને અળગું કરીને પણ લડવા અને તેને ઉથલાવી પાડવા પણ નીકળી પડે. શિક્ષણનો આધાર સમાજ અને રાજ ઉપર નથી; પણ સમાજ અને રાજવ્યવસ્થા જ સારા શિક્ષણને લીધે ટકી રહી શકે છે. આથી જ્યારે જ્યારે સમાજ કે રાજ અવળે માર્ગે જાય, તેની પ્રવૃત્તિ એવી થાય કે તે સાક્ષાત્ શિક્ષણના માર્ગમાં આડે આવે, ત્યારે સમાજ અને રાજને બન્નેને પલટાવા નીકળવામાં જ શિક્ષકનો ક્ષાત્ર-ધર્મ સમાયેલો છે. આ એક વાત. બીજી વાત એ છે કે ક્ષત્રિય શિક્ષક નિર્બળને સંરક્ષવાને છે. બાળકો શરીરથી નિર્બળ પ્રાણીઓ છે; તેમના હક્કોનું સંરક્ષણ કરવું એ શિક્ષકનો ધર્મ છે. બાળકને સન્માન આપવામાં તેના ક્ષાત્ર-બળની પરીક્ષા છે. ક્ષત્રિય શિક્ષક બાળકનો દાસ નથી બનતો, તેમ તેનો જુલમગાર પણ નથી બનતો; પણ તેના વ્યક્તિત્વને માન આપી તેના વિકાસને ગતિ આપે છે. જેમ ક્ષત્રિય યોદ્ધો વીર્યવાન દુશ્મનને વખાણે છે, તેમ ક્ષત્રિય શિક્ષક વિર્યવાન બાળક પાસેથી શીખવા જેવું હોય તો પ્રેમપૂર્વક શીખી લે છે. તેજને, વીર્યને, ચેતનને હંમેશાં તે અભિનંદે છે, તેની મૈત્રી શોધે છે, અને તેનાથી સબળ બને છે. ભાવિ શિક્ષકો પોતાના વીર્યવાન શિષ્યોને પોતાની સમાન જ ગણવાના; એટલું જ નહિ પરંતુ તેમની મૈત્રી ઇચ્છવાના અને તેમની પાસેથી પણ જ્ઞાન લેવાના. ખરો ક્ષત્રિય શિક્ષક તે જ છે કે જે પોતાના ક્રોધને રોકી