આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૨૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૨૧ બાળક ઉપર પ્રેમ કરે છે, જે બળવાન છતાં પૂર્ણ ક્ષમાશીલ છે, અને જ્ઞાનવાન છે છતાં નિરભિમાની છે. અભિમાન-રહિતપણું એ શિક્ષકનો મોટો ગુણ છે. અભિમાનની ભરતી એટલે જ્ઞાનની ઓટ. આપણે શિક્ષકોએ મુદ્દામ લક્ષમાં રાખવાનું છે કે આપણે આપણા ક્ષાત્ર-ધર્મને કદી પણ કોરે ન મૂકીએ. સમાજના કે રાજના ગમે તેવાં ભયો કે દબાણો આપણા ઉપર આવી પડે તો પણ આપણે પૂરેપૂરા કર્તવ્યપરાયણ રહીએ. આજે અંત્યજોને શાળામાં દાખલ કરવાથી સમાજ છંછેડાય, અને શુદ્ધ રાષ્ટ્રીય કેળવણીની હિમાયત કરતાં સરકાર છંછેડાય. તો કાલે વળી સમાજ અને સરકાર બન્ને ન રૂચે એવું કરતા બન્ને છંછેડાઈ પડે. પણ તેથી આપણે નીડર રહીએ. ને આપણા આદર્શોને જ આપણે વળગી રહીએ. એમાં જ આપણી કસોટી છે. (૩) શિક્ષકનો ત્રીજો ધર્મ તે બ્રાહ્મણ ધર્મ. ઉપલા બે ધર્મો સાથે મૂકતાં આ ધર્મ એટલો જ ગૌરવવાળો છતાં ગૌણપદે લેખવાનો છે. આને છતાં એ ધર્મનું પાલન તો યથાર્થ રીતે જ થવું જોઈએ. એકલી જ્ઞાનસમૃદ્ધિ અને શિક્ષણકલાથી આપણે સંપૂર્ણ શિક્ષક થઈ શકતા નથી. જ્ઞાનસમૃદ્ધિ અને કલા શિક્ષકને ફ્તેહમંદ કરવાનાં કીમતી સાધનો છે ખરાં; પણ શિક્ષણ સાર્થક કરવા માટે તેની પાછળ રહેલી ક્ષાત્ર અને સેવાવૃત્તિ જ છે. બીજી વૃત્તિઓ પેઠે આ વૃત્તિ પ્રયત્નપૂર્વક વધારે પ્રમાણમાં કેળવી શકાય છે. જ્ઞાન એ શિક્ષકનું પરમ ધન છે. એ ધન વિના શિક્ષક થવાના અર્થીને