આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૨૨
 

૨૨ પ્રાથમિક શાળામાં શિક્ષક નિરાશ જ કરવાનો. આ ધન રહિત શિક્ષક તે શિક્ષક જ નથી પણ ભિક્ષુક છે, અને ધન વિનાનો માણસ દાતા થઈ બેસે તેવી સ્થિતિ છે. અહર્નિશ ઉદ્યોગથી જ્ઞાનધન પ્રાપ્ત કરવા માટે શિક્ષકે મચ્યા રહેવામાં જ તેની ખરી કર્તવ્યપરાયણતા છે. જેને નિષ્ઠા કહે છે, શ્રદ્ધા કહે છે, એ શ્રદ્ધા શિક્ષકમાં છે કે નહિ તેની સાબિતી તેની જ્ઞાનપિપાસાવૃત્તિ ઉપરથી અને તે માટેના તેના શ્રમ ઉપરથી થઈ શકે છે. એક જ વાકયમાં બોલીએ તો બ્રાહ્મણ શિક્ષક એટલે જ્ઞાનભંડાર. આજે આપણે બધા હળદરને ગાંઠિયે ગાંધી થઈ બેઠા છીએ; દળતા જઈએ છીએ અને રોટલા ઘડતા જઈએ છીએ; પાઠ્યપુસ્તકનું સવારે નામ જાણીએ છીએ. બપોરે તેનો અભ્યાસ કરીએ છીએ, અને સાંજે તે શીખવવા નકળીએ છીએ ! આ પરિસ્થિતિમાંથી આપણે બચી ન જઈએ તો આપણે ભવિષ્યની પ્રજા ઉપર મોટો અત્યાચાર કર્યો કહેવાય. ધર્મ આપણને કહે છે કે જ્ઞાનસમૃદ્ધ રહેવું. સમાજ એમ માનીને તેનાં બાળકો સોંપતો હશે કે આપણે યોગ્ય શિક્ષક છીએ; પણ આપણે કયાં છીએ તે આપણે જ જાણીએ છીએ ! આપણે કાંઈ નહિ તો જ્ઞાન મેળવવા માટે સતત પ્રયાસ કરી શકીએ જ, અતિ આવશ્યક વ્યવહારનાં કર્તવ્યો સિવાયનાં બીજાં કોઈ પણ કાર્યોમાં આપણો સમય આપણે ન જ રોકી શકીએ. જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન એનું જ આપણા મનમાં ચિંતન રહેવું જોઈએ. આપણા પાસે જો યથાર્થ જ્ઞાન હશે તો જ- એટલી કે આપણું અધ્યયન પરિપૂર્ણ હશે તો જ, આપણે