આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૨૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૨૩ બીજાઓને અધ્યયન કરાવી શકીશું; અને તો જ આપણે સાચા બ્રાહ્મણ શિક્ષક બની શકશું. (૪) આ જમાનામાં બીજી વૃત્તિઓ સાથે શિક્ષકમાં વૈશ્યવૃત્તિ ન હોય તો શિક્ષણના કાર્યમાં ધક્કો પહોંચે. આ વૈશ્યવૃત્તિ શિક્ષકે પોતાના સ્વાર્થ માટે કેળવવાની નથી પરંતુ શિક્ષણકાર્યના લાભાર્થે કેળવવાની છે. આનો અર્થ એવો છે કે આ યુગમાં શાળાની રિદ્ધિસિદ્ધિ અર્થે શિક્ષકોએ જ પ્રયત્નો કરવાના છે. આગળના વખતમાં શિક્ષકને માથે પોતાની આજીવિકાની કે શિક્ષણસાહિત્યના ખર્ચની ચિંતા ન હતી; રાજ્ય જ શિક્ષકને પોષતું અને શિક્ષકને શિક્ષણકાર્યના ખર્ચની ચિંતા રાખવી પડતી ન હતી. આજે એ સુંદર પ્રણાલિકા નાશ પામી છે. અને તેથી આજના શિક્ષકને માથે બેવડું કામ આવી પડેલું છે. શિક્ષક સ્વતંત્ર રહે, નિશ્ચિંત રહે, તો જ શિક્ષણકાર્ય યથાર્થ થાય; અને તેમાં જ સમાજનું કલ્યાણ રહેલું છે. આજના સમાજે આ વાત લક્ષમાં લેવી ઘટે છે. શિક્ષકને તથા શિક્ષણની તમામ સંસ્થાઓને સ્વતંત્ર અને ધનની બાબતમાં નિશ્ચિંત રાખવામાં તેનું શ્રેય રહેલું છે તે સમજી લેવાનું છે. પરંતુ જ્યાં સુધી આવી સામાજિક ગોઠવણ ન થાય ત્યાં સુધી તો શિક્ષકે વિદ્યાર્થીઓને માટે સાધનસંપત્તિ પ્રાપ્ત કરવા માટે વૈશ્યવૃત્તિ ધારણ કરવી જ પડે. શિક્ષકનું આ કર્તવ્ય થોડા જ કાળને માટે છે. પણ તે અત્યારની સ્થિતિએ અતિ અગત્યનું છે. આથી જ શિક્ષણના કાર્યને ગતિ આપવા માટે દ્રવ્ય પ્રાપ્ત