આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૨૪
 

૨૪ પ્રાથમિક શાળામાં શિક્ષક કરવાની નીતિયુક્ત પ્રવૃત્તિ નિંદ્ય નથી; અને તે માટે શિક્ષકે શરમાવાનુંય નથી. આ કામ ભલે શિક્ષકના સ્વાભાવિક વલણને અનુકૂળ ન હોય, છતાં તેને એક સામાજિક ધર્મ સમજી શિક્ષકે ઉપાડવાનું છે. શિક્ષણના કાર્યમાં શિક્ષકની ખરી પ્રીતિ અને તેને કારણે શિક્ષકની ઉક્ત પ્રકારની વૈશ્યવૃત્તિ શિક્ષકની ખરી તપશ્ચર્યા છે. આ તપશ્ચર્યાથી જ કેળવણીની સંસ્થાઓ સુદૃઢ થશે; આમાંથી જ સમાજનું કલ્યાણ સધાશે. શિક્ષકો ! આ ચતુર્વિધ કર્તવ્ય આપણી સમક્ષ રજૂ કરું છું. આપ તે જાણી તેનો ઉપયોગ કરશો તો સૌનું કલ્યાણ થશે.