આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૨૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૨૫ શિક્ષક કેવો હોવો જોઈએ શિક્ષકના ધંધાનું મહત્ત્વ કોઈપણ ધંધામાં પડનારમાં એ ધંધા માટેની યોગ્યતા જોઈએ જ. યોગ્યતા વિનાનો માણસ ધંધામાં ટકી શકે જ નહિ. દુનિયામાં ઘણા ધંધાઓ છે, પણ એકે ધંધો એવો નથી કે જે શિક્ષકના ધંધાની તોલે આવે. શિક્ષકનો ધંધો ભૂત અને વર્તમાનને જોડે છે; અને વર્તમાનમાં જીવન્ત રહી ભવિષ્યને ઘડે છે. શિક્ષકનો ધંધો એટલે સમાજજીવન, સમાજશાસ્ત્ર અને સમાજભાવિ ઘડવાનો ધંધો. જેમ ધંધાની મહત્તા વધારે તેમ ધંધાની જવાબદારી પણ વધારે. આજે શિક્ષણ આપવાનું કામ બંધ કરીએ તો આવતી કાલે મનુષ્યજીવન અંધકારમય બને; ધાર્મિક, રાજકીય અને સામાજિક હિલચાલો પણ ભાંગી જાય; અને મનુષ્યજીવન થોડા જ વખતમાં પશુજીવન સાથે ભળી જાય ! કોણે શિક્ષક થવું ? આ ધંધો કરનાર માણસ શિક્ષક ગણાય છે. આવો ધંધો કરનાર માણસ-શિક્ષક કેવો હોવો જોઈએ એ વસ્તુના જ્ઞાન ઉપર માણસે શિક્ષકના ધંધામાં પડવું યા ન પડવું, એનો નિર્ણય કરવો ઘટે છે. કહેવાય છે કે શિક્ષક જન્મે છે; બનાવાતો નથી. આ વાત સાચી હશે. પણ જો શિક્ષણનો ધંધો જન્મેલા શિક્ષક ઉપર જ અવલંબે તો થોડા જ વખતમાં તેવા માણસોની તંગીના કારણસર શિક્ષણનું કામ બંધ પડી જાય ! આથી જ શિક્ષક થવાની કે બનવાની જરૂર છે. ઘણીવાર એવું બને છે કે જુદા જુદા