આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૨૬
 

પ્રાથમિક શાળામાં શિક્ષક માણસોમાં જન્મથી શિક્ષકના ગુણો થોડા થોડા જ આવ્યાં હોય છતાં તેવાઓનાં ઝુંડ બનીને તેઓ સુંદર કામ બતાવી શકે છે. ૨૬ માણસે પોતાનામાં જો નીચે લખ્યા પ્રમાણે કેટલાએક ગુણો હોય તો જ શિક્ષક થવા વિચાર રાખવો. પછી કેટલીક બીજી બાબણો તો માણસ અનુભવથી કે અભ્યાસથી પાછળથી ભલે મેળવી લે. (૧) શિક્ષણ કાર્ય એ આત્મોન્નતિની સાધના છે. શિક્ષણકાર્યએ અતિ પવિત્ર છે, એ કાર્યથી બીજા બધાય લાભો કરતાં આત્મોન્નતિનો લાભ સાધી શકાય છે, એ કાર્ય ધર્મવિહિત છે અને કલ્યાણી ઇચ્છાવાળાઓએ અવશ્ય કરવા યોગ્ય છે, એમ જે મનુષ્ય માને છે તે જ મનુષ્ય પ્રથમ દરજ્જે શિક્ષક થવાને યોગ્ય છે. શિક્ષણકાર્ય વિદ્યાર્થીઓને અમુક જ્ઞાન આપી દેવાને માટે નથી. તે કાર્ય ભલે નિષ્પાપ હોય, પણ કેળવ આજીવિકા મેળવવા માટે પણ નથી. એ કાર્ય તો પ્રજાને ઐહિક અને પારમાર્થિક યથાર્થ લાભો મેળવવાને બળવાન કરવા માટે છે. જે શિક્ષક આ ધંધાનું રહસ્ય સમજતો નથી, જે શિક્ષક આ ધર્મકર્તવ્યને જાણી શકતો નથી, તે શિક્ષક ભલે જ્ઞાનસંપન્ન હોય, ભલે કેળવણીશાસ્ત્રનો જ્ઞાતા હોય કે શિક્ષણપદ્ધતિનો માહિતગાર હોય, તો પણ તે શિક્ષક થવાને અયોગ્ય જ છે. 1 ‘‘હું જે કરું છું તે કેવળ મારું પેટ ભરવા માટે નહિ, છોકરાઓને માત્ર નક્કી કરેલા અભ્યાસક્રમ પ્રમાણે શીખવી પરીક્ષાને માટે લાયક કરવા માટે નહિ, પણ હું કલ્યાણની ઇચ્છા